GSTV
Home » News » બાંગ્લાદેશની સરહદના 0 પોઈન્ટ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 31 રોહિગ્યા ઝડપાયા

બાંગ્લાદેશની સરહદના 0 પોઈન્ટ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 31 રોહિગ્યા ઝડપાયા

ત્રિપુરા ખાતેની બાંગ્લાદેશ બોર્ડરથી બીએસએફના ચાર અધિકારીઓએ 31 રોહિંગ્યાઓને ઝડપી પાડ્યા છે. આ શખ્સ્સો છેલ્લા ચાર દિવસથી ભારત-બાંગ્લાદેશ સરહદે જીરો પોઈન્ટથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા. ઝડપાયેલા આ રોહિંગ્યાઓને બીએસએફએ અગરતલાના અમતાલી પોલીસને સોંપી દીધા છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે.

નોર્થ ત્રિપુરાની જિલ્લા પોલીસના મતે 31 રોહિંગ્યા મુસ્લિમોને ચુરાઈબારીમાં ગૌહાટી જતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 12 બાળકો અને નવ મહિલા સહિત 31 શખ્સો છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સોની પૂછપરછ શરૂ થઈ છે. બીએસએફએ માનવતાના આધારે ઝડપાયેલા શખ્સોને મૂળભૂત સુવિધાઓ આપવાની વાત કહી છે. જોકે તેમની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે.

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!