GSTV
Business Trending

ખાસ વાંચો/ 31 માર્ચ પહેલા પતાવી લેજો આ 5 મહત્વના કામ, ડેડલાઇન ભૂલ્યા તો ભરાશો

જુલાઇ

Income tax Financial Year: નાણાકીય વર્ષ 2021-22 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ કામ 31 માર્ચ સુધીમાં પૂરા નહીં કરો તો નવા નાણાકીય વર્ષમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવા જ 5 મહત્વના કામ જણાવવા જઈ રહ્યા છીએ, જે 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવા જોઈએ.

આધાર-પાન લિંક

PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો PAN કાર્ડ ધારક ત્યાં સુધીમાં તેને લિંક નહીં કરે તો PAN કાર્ડ અમાન્ય થઈ જશે. બેંક ખાતા ખોલવા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા વગેરે માટે PAN ફરજિયાત છે. ઉપરાંત, મોટાભાગની નાણાકીય સંસ્થાઓ ગ્રાહકોને KYC માટે તેમના PAN માટે પૂછે છે. સમયમર્યાદા પહેલા બે ડોક્યુમેન્ટને લિંક કરવામાં નહીં આવે તો આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ રૂ. 10,000નો દંડ પણ થઈ શકે છે.

31

ઇનકમ ટેક્સ રિટર્ન

જો તમે હજુ સુધી આકારણી વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમારે તેને 31 માર્ચ 2022 સુધીમાં ભરવું પડશે. આ તારીખ સુધી સુધારેલ ITR પણ ફાઇલ કરી શકાય છે. જો આવકવેરા રિટર્નમાં કોઈ સુધારો હોય તો પણ 31 માર્ચ છેલ્લી તારીખ છે. આ પછી તમારે ભારે દંડ ભરવો પડશે.

બેંક એકાઉન્ટનું કેવાયસી

અગાઉ બેંક એકાઉન્ટ KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી, પરંતુ કોરોનાને કારણે આ તારીખ લંબાવવામાં આવી હતી. RBI દ્વારા KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. 31મી માર્ચ સુધીમાં બેંક ખાતા એટલે કે બચત ખાતા માટે KYC કરાવો.

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટ

નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરામાં છૂટ મેળવવા માટે, 31 માર્ચ સુધીમાં રોકાણ કરો. મતલબ, ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો, જેમાંથી તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેમાં PPF, સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, તમે LIC ના હપ્તા ભરીને ટેક્સ બચાવી શકો છો. આ સિવાય અન્ય આવકવેરા લાભો લેવા માટે પણ 31 માર્ચ છેલ્લી તારીખ છે.

PMAY સબસિડીનો લાભ લો

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ એક સરકારી યોજના છે, જે ઓછી આવક ધરાવતા વર્ગ (LIG) / આર્થિક રીતે નબળા વર્ગ (EWS) વિસ્તારોને પોસાય તેવા આવાસ પૂરા પાડે છે. લાભાર્થીઓ 6.5% p.a પર 20 વર્ષની લોન મેળવી શકે છે. LIG અને EWS કેટેગરીઝ માટે PMAY ક્રેડિટ-લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) મેળવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે.

Read Also

Related posts

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth
GSTV