ઉત્તરાયણ બાદ વડોદરામાં કોરોનાના કેસમાં ભારે વધારો થશે એવી તંત્રની ચેતવણી સાચી પડી છે. મંગળવારે શહેરમાં ૧૬૭૦ કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં સૌથી હાઇએસ્ટ હતા પરંતુ આજે આ રેકોર્ડ પણ તુટયો હતો અને બે વર્ષમાં સૌથી વધુ કેસ બુધવારે નોંધાયા હતા.મંગળવાર કરતા ૫૨૮ વધુ કેસ સાથે બુધવારે ૨,૨૫૨ કેસ નોંધાયા હતા. બુધવારે બાજવા, કિશનવાડી, માંજલપુર, સમા,છાણી, ગાજરાવાડી, ગોત્રી,તાંદલજા, બાપોદ, સુદામાપુરી, ફતેપુરા, આટલાદરા, દિવાળીપુરા,અકોટા, વાઘોડિયા, એકતાનગર, જેતલપુર, આજવારોડ, સવાદ અને વડસર વિસ્તારમાં નોંધાયા હતાં.

બીજી તરફ શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ભીક્ષુકગૃહમાં ૧૭ ભીક્ષુકો અને ૪ કર્મચારીઓ મળીને ૨૧ લોકો કોરોના સંક્રમિત થયા હતા તો શહેરના માંડવી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં ૧૫ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત બનતા બેંક કામગીરીને અસર પહોંચી છે તો છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન બેંકની મુલાકાત લેનાર ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાયો છે
વડોદરામાં કુલ ૯,૫૨૫ દર્દીઓ સારવાર હેઠળ
બુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે વડોદરામાં કુલ ૯,૫૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૨૩૫ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી ૫૧ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૮૬ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઇ રહ્યાં છે. તંત્રએ જાહેર કરેલા આંકડાઓ મુંજબ આજે કોરોનાથી એક પણ મોત નોંધાયુ નથી.આ સાથે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના ૮૬,૩૪૬ પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે જે પૈકી ૭૯,૧૯૭ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો જ્યારે ૬૨૪ દર્દીઓના મોત થયા.
READ ALSO :
- IPL 2022/ ગૌતમ ગંભીરનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ચર્ચામાં, ફેન્સે આપ્યાં આવા મજેદાર કેપ્શન
- રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
- ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા
- રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!
- સરકારી નોકરી / ગુજરાત મેટ્રો રેલના અનેક પદો પર ભરતી, અરજી કરવા માટે બચ્યા માત્ર આટલા દિવસ