GSTV

મહિને છે 30 હજાર સુધીની સેલેરી? તો આ ખબર તમારા માટે છે, સરકાર કરવા જઈ રહી છે મોટુ એલાન

સરકાર

Last Updated on August 27, 2020 by pratik shah

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નોકરીયાતો માટે મોટુ એલાન કરવાની તૈયારીમાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ટૂંક સમયમાં જ 21,000 રૂપિયાથી વધુ સેલેરી હોવા પર પણ ESICનો ફાયદો મળી શકશે. કોરોના સંકટમાં વધુમાં વધુ વર્કરને રાહત આપવા માટે ESICના નિયમોમાં બદલાવ કરવાની તૈયારી છે. તે હેઠળ મેડિકલ અને આર્થિક મદદ માટેના નિયમ બદલાઈ ગયા. તેના માટે મુકવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર 21,000થી વધુ સેલેરી હોવા પર પણ સુવિધાઓ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 30,000 રૂપિયા સુધી સેલરી વાળાને પણ ESICનો ફાયદો મળશે.

નિયમોની તૈયારી શરૂ

શ્રમ મંત્રાલય નિયમોમાં બદલાવની તૈયારી કરી રહ્યું છે.  વધારે સેલેરી વાળાને સ્કીમ સાથે જોડાઈ રહેવાનો વિકલ્પ રહેશે. બેરોજગાર હોવા પર આર્થિક મદદ નક્કી કરેલ લિમિટના હિસાબથી મળશે. ESIC બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવશે.

15 દિવસની અંદર ઉકેલ

21 હજાર રૂપિયા સુધીની સેલેરી વાળા લોકો માટે હાલમાં જ ઉઠાવવામાં આવ્યા મોટા પગલ- કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગયા અઠવાડિયે કર્મચારી રાજ્ય વીમા નિગમની અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાનું આવેદન કરવા માટે 15 દિવસની અંદર ઉકેલ લાવી દીધો. ઈએસઆઈસીના નિર્દેશક મંડળે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને રોજગાર ગુમાવ્યો હોયતેવા લોકોને રાહત આપતા આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધી બેરોજગારી લાભના હેઠળ ચુકવણીને બે ગણું કરી દીધું છે. યોજના હેઠળ હવે ત્રણ મહિનાની અંદર વેતનના પચાસ ટકા લાભ આપવામાં આવશે.

સરકાર

રોજગાર જવાના 30 દિવસ બાદ લાભનો દાવો

હવે રોજગાર જવાના 30 દિવસ બાદ લાભનો દાવો કરી શકાય છે. પહેલા આ 90 દિવસ બાદ કરી શકવું સંભવ હતું. હવે કર્મચારી પોતે જ દાવો કરી શકે છે, જ્યારે પહેલા તેમને નિયોક્તાના માધ્યમથી આવેદન કરવાનું રહેતું હતું. ગંગવાર ઈએસઆઈસી બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે આ યોજનાના દાયરામાં આવનાર લોકો પાસે તેનો લાભ મેળવવાની અપીલ કરી. ઈએસઆઈસી બોર્ડની ગુરુવારે થયેલી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયથી લગભગ 40 લાખ ઔધ્યોગિક શ્રમિકોને લાભ થવાની આશા છે. ઈએસઆઈસી બોર્ડની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભ હેઠળ ચુકવણીને વધારવા અને યોગ્યતાના માપદંડમાં ઢીલ આપવાને મંજૂરી આપી છે.

Read Also  

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!