GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોના મહામારી વચ્ચે સ્વાધ્યાય પરિવારની સુગંધ : ગુજરાતમાં 30 હજાર કોરોના વોરિયર્સને કરી આ મદદ

Corona

“ઈશ્વર પ્રેમ” “દક્ષતા ” અને “ચુસ્ત શિસ્ત પાલન” આ ત્રણ હથિયારથી આપણે આ જંગ જીતવાનો છે, દીદીજી (સ્વાધ્યાય પરિવાર)
સાંપ્રત સમયમાં વિશ્વ આખું એક મહામારીથી ગ્રસ્ત છે, વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ એક અથવા બીજી રીતે તેનાથી પ્રભાવિત થયો છે. કોરોના વાયરસ વિશે વિશેષ કહેવાનું કંઈ કારણ નથી. અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ આવી પરિસ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે. પરંતુ, જ્યારે જ્યારે પણ આવી કોઈ આફત સમાજ પર આવી છે ત્યારે પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)એ સમસ્ત માનવમાત્ર માટે ચિંતા કરી છે. પછી તે મોરબીની પુર હોનારત હોય કે કચ્છનો ભૂકંપ. પૂજ્ય દીદીજી એ પણ દાદાજીના તે જ રસ્તે ચાલતા, આફતના સમયે માણસની સતત કાળજી કરી છે. સ્વાધ્યાય પરિવાર લોકેષણા થી ક્યારેય કાર્ય કરતો નથી પણ માનવની કાળજી તેના મૂળમાં છે.નિસ્વાર્થ સંબંધ બાંધવો અને નિસ્વાર્થ કાર્ય કરવું તે દાદાજીએ આપેલા સંસ્કાર છે.

  • માસ્ક, હેન્ડગ્લોવ્સ અને સેનીટાઇઝર કીટમાં અપાયા
  • અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાના સંલગ્ન અધિકારી સાથે સંક્લન કરી આ કાર્ય થયું
  • ભારતના ૧૭થી વધુ રાજ્યોમાં અને ૨૩ દેશોમાં હજારો સ્વાધ્યાય કેન્દ્રમાં લાખો સ્વાધ્યાયીઓ
  • કોરોના મહામારી સામે લડવા સ્વાધ્યાય પરિવાર પણ આગળ આવ્યું

અત્યારે વરસાદ કે દુષ્કાળ નથી, ભૂકંપ કે બીજી આપદા નથી , પણ જો માણસ ઘરે જ રહે તો પણ આ વિપત્તીથી બચી શકાય છે.પણ જેણે ફરજના ભાગરૂપે જ બહાર નીકળવું જરૂરી છે તેવા જાહેર સેવકોનું શું? તેમનો વિચાર કરી ને દીદીજી એ ભાવપૂર્ણ સંદેશો પાઠવ્યો. જે અંતર્ગત આપણા બધાના સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે દિવસ રાત ખડે પગે કામ કરનાર પોલીસ અને જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખનાર સ્વચ્છતા કર્મીઓને એક કીટ આપવામાં આવી છે. જેમાં માસ્ક, હેન્ડગ્લોવ્સ અને સેનીટાઇઝર છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા ના સંલગ્ન અધિકારી સાથે સંક્લન કરી આ કાર્ય થયું છે. જેમાં આવી ૩૦ હજાર કીટ આપવામાં આવી છે.

સ્વાધ્યાય પરિવારના દીદીજીએ દાખવી હતી દૂરંદેશી

કોરોના સંક્રમણના ઘટનાક્રમ અને તેની તારીખો થી આપણે બધા વાકેફ છીએ જ. દીદીજી એ ૧૬ માર્ચના રોજ પરિવારને સંદેશો પાઠવી પ્રત્યેક સ્વાધ્યાય કેન્દ્રો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવા જણાવ્યું હતું. ભારતના ૧૭થી વધુ રાજ્યોમાં અને ૨૩ દેશોમાં હજારો સ્વાધ્યાય કેન્દ્રમાં લાખો સ્વાધ્યાયીઓ જતા રહેલા છે, અને જો તેઓ તેમ જ મળતા રહે તો તેમનું અને અન્યોનું સ્વાસ્થ્ય જોખમાય માટે દૂરંદેશી વાપરી પૂજ્ય દીદીજી એ ૧૬ માર્ચે જ આ સૂચના આપી દીધી હતી.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!