GSTV

જો તમારી બેંકનાં ખાતામાં 3000 રૂપિયા છે તો આ બેંક આપી રહી છે 50 લાખ સુધીની હોમ લોન

લોન

જો તમારા બેંક ખાતામાં 3000 રૂપિયા છે તો તમારા પોતાના ઘરનું સપનું પૂર્ણ થઈ શકે છે. આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ 2 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. કંપનીએ દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કુશળ કામદારો માટે નવી લોન યોજના ‘અપના ઘર ડ્રીમઝ’ શરૂ કરી છે. કંપનીની આ યોજના શહેરમાં કામ કરતાં સુથાર, ઇલેક્ટ્રિશિયન, ટેલર, પેઇન્ટર્સ, વેલ્ડીંગ કામદારો, નળ ફિક્સર (પ્લમ્બર્સ), વાહન મેસન્સ, મેન્યુફેક્ચરીંગ મશીન ઉત્પાદકો, આરઓ ફિક્સર, નાના અને મધ્યમ ઉદ્યોગો કરતા અને કરિયાણાના દુકાનદારો માટે છે.

આ દસ્તાવેજ છે જરૂરી

આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સે જણાવ્યું હતું કે લોન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે છે કે જેઓ પોતાનું ઘર ખરીદવા માંગે છે, પરંતુ  તેમની પાસે બેન્ક અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણ માટે સામાન્ય રીતે માંગ કરવામાં આવતા દસ્તાવેજો નથી. આ યોજના હેઠળ, ગ્રાહકો 20 વર્ષ માટે લોન મેળવી શકે છે, દસ્તાવેજ તરીકે, તેમને ફક્ત પાન (કાયમી એકાઉન્ટ નંબર) અને આધાર અને છ મહિનાના બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. પાંચ લાખ રૂપિયા સુધીની લોન માટે, ન્યૂનતમ 1,500 રૂપિયા જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની લોન માટે, ઓછામાં ઓછા 3,000 રૂપિયા ખાતામાં હોવા જોઈએ.

લોન કરે છે ઓફર

આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)એ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સનો અમારો ઉદ્દેશ સખત મહેનત કરતા વ્યાવસાયિકો અને સ્થાનિક નાના ધંધાઓને તેમનું પોતાનું મકાન ખરીદવાના સપનાને પૂરા કરવા માટે મદદ કરવાનો છે.”

કંપનીએ કહ્યું કે ગ્રાહકો પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) નો પણ લાભ લઈ શકે છે. તે ઓછી આવક જૂથ / આર્થિક નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ / એલઆઈજી) અને મધ્યમ આવક જૂથ (એમઆઈજી -1 અને 2) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે. આ યોજના હેઠળ, લોન લેનારાને મહત્તમ 2.67 લાખ સુધીની સબસિડી મળી શકે છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!