GSTV

ધારદાર સવાલ : ગૌતમ અદાણીના પોર્ટ પર આખરે કેવી રીતે પહોંચ્યું 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયું હતું ઈમ્પોર્ટ

Last Updated on September 20, 2021 by pratik shah

ગુજરાતમાં કચ્છના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પર ડ્રગ્સની સૌથી મોટી ખેપ( જથ્થો) ઝડપાઈ છે, જેની કિંમત અંદાજીત 9 હજાર કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. બે કંટેનર્સથી અંદાજીત 3000 હજાર કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી છે, જે તાલિબાન શાસક અફઘાનિસ્તાનથી ઈમ્પોર્ટ કરીને લાવવામાં આવી છે. આ સાથે જ બે લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

ડ્રગ્સ

મુન્દ્રાથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત સાડા ત્રણ હજાર કરોડ કરતા પણ વધુ હોવાનું મનાઇ રહ્યું છે. આથી હવે ડ્રગ્સ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ ઝંપલાવે તેવી શક્યતા છે. કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના ડીજી હાલ મુન્દ્રામાં છે. બીજી તરફ ગુજરાત એટીએસની ટીમે પણ મુન્દ્રામાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત અન્ય તપાસ એજન્સીઓ પણ ડ્રગ્સની તપાસમાં જોડાય તેવી પૂરી શક્યતા છે.

  • મુન્દ્રા પોર્ટ પર પકડાયેલ ડ્રગ્સના જથ્થાની કિંમતનો આંક 3500 કરોડ કરતાં પણ ઊંચો જવાની શક્યતા.
  • ડ્રગ્સની તપાસમાં NIA ઝંપલાવે તેવી શક્યતા.
  • કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઈઝના ડીજી મુન્દ્રામાં.
  • ગુજરાત એટીએસની ટીમે પણ મુન્દ્રામાં ધામાં.
  • હજુ પણ એજેંસીઓ જોડાયા તેવી શક્યતા.
ડ્રગ્સ

ગૌતમ અદાણીની કંપની છે અદાણી પોર્ટ

મુંન્દ્રા પોર્ટ (Mundra Port)નો માલિકાના હક અદાણી પોર્ટ પાસે છે. અદાણી પોર્ટ (Adani Port) ગૌતમ અદાણી (Gautam Adani)ની કંપની છે, રાજસ્વ ગુપ્તચર એજન્સી (DRI) અને કસ્ટમના જોઈન્ટ ઓપરેશનમાં આટલા મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. જેને એજન્સીએ જપ્ત કર્યું છે.

ટેલ્કમ પાઉડર તરીકે જાહેરાત કરાઈ હતી

DRIના સૂત્રો અનુસાર હેરોઈન લઈને જનારા કંટેનર્સને આંધ્ર પ્રદેશના વિજયવાડા (Vijaywada) સ્થિત એક ફર્મ દ્વારા આયાત કરવામાં આવ્યા હતા, અને ફર્મને ખેપને ટેલ્કમ પાઉડર જાહેર કર્યો હતો. બીજી તરફ નિકાસ કરવાવાળી ફર્મની ઓળખ અફઘાનિસ્તાનના કંધાર સ્થિત હસન હુસૈન લિમિટેડના રૂપમાં કરવામાં આવી હતી.

5 દિવસોથી ચાલી રહ્યું હતું ઓપરેશન

ડીઆરાઈ અને કસ્ટમ છેલ્લા 5 દિવસથી સતત ઓપરેશન કરી રહ્યા હતા, અને એજન્સીએ કંસાઈનમેન્ટ રોકીને તપાસ કરી તો તે પણ ચોંકી ઉઠ્યા ટેલ્કમ પાઉડરની આડમાં 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, ત્યાર પછી એજન્સીએ 5 શહેરોમાં તપાસ શરૂ કરી દીધી.

READ ALSO

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!