GSTV

લોકડાઉનમાં કરોડો રૂપિયાની ફ્લાઈટ ટિકિટ કેન્સલ થઈ, આ કારણે રિટર્ન મળવાની સંભાવના ઓછી

કોરોના વાયરસ મહામારી પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 24 માર્ચથી લગાવવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉનના કારણે રદ થયેલી ઉડાનોની ટિકિટોને 3 હજાર કરોડ રૂપિયાની વાપસી માટે મુસાફરોને હજુ લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. કારણ કે, કેન્સલ થયેલી ઉડાનોની પૂર્ણ પૈસા વાપસ કરવાને લઈને એરલાઈન્સ હજુ તૈયાર નથી.

ચૂકવણી કરવા માટે મજબૂર કરી શકાય નહી

એરલાઈન્સ દ્વારા શેર કરવામાં આવેલ માહિતીથી જાણવા મળ્યુ છે કે, તેમણે 3 હજાર કરોડ રૂપિયાનુ રિફંડ ન કરી તેનો વપરાશ ભવિષ્યમાં યાત્રા માટે કરી શકે છે. જોકે, કેટલીક રીપોર્ટ્સ પ્રમાણે લગભગ 1500 કરોડ રૂપિયા યાત્રિઓને પરત કરી દેવામા આવ્યા છે. સરકારનો તે પણ વિચાર છે કે, એરલાઈન્સને આ રિફંડની ચૂકવણી કરવા માટે મજબૂર કરી શકાય નહી, કારણ કે, તેમની પાસે પૈસા જ નથી.

એરલાઇન્સ ચૂપ રહી !

એક સરકારી અધિકારીએ જણાવ્યુ કે, એરલાઈન્સ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે અને તે કારણે રકમને પરત કરવા માટે તેને મજબૂર કરવું સંભવ નથી. તેમણે કહ્યુ કે, એક સમાધાન તૈયાર કરવાની આવશ્યકતા છે જેથી એરલાઈન્સ યાત્રિઓને અનદેખી ન હોય. ET એ બધી ઘરેલુ એરલાઈન્સો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ જવાબ આપ્યો નહી. કારણ કે, મામલો હાલમાં અદાલતમાં છે.

સુપ્રીમ કોર્ટે જાહેર કરી નોટિસ

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે રદ થયેલી ઉડાનોની ટિકટના પૂર્ણ પૈસા પરત કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર છેલ્લા મહીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને Directorate General of Civil Aviation (DGCA) ને નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એરલાઈન્સ ટિકિટના પૈસા પરત કરવામાં વિફલ રહી છે અને તે ગેરકાનૂની રીતથી અનિચ્છુત યાત્રિઓ પર જબરદસ્તી Credit shells ની વ્યવસ્થા થોપવાનો પ્રયાસ કરી રહી છે.

ahmedabad flight schedule

મનમાની કરી રહી છે એરલાઈન્સ

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, એરલાઇન્સ દ્વારા ટિકિટના પૈસા પરત કરવા માટે મનાઈ કરવુ મનમાની છે અને આ નાગરિક ઉડ્ડયન જરૂરિયાતોની વિરુદ્ધ છે. કારણ કે ક્રેડિટ શેલ સ્વીકારવું તે સંપૂર્ણપણે મુસાફરોની ઇચ્છા પર આધારીત છે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે, એરલાઇન્સની સંપૂર્ણ ટિકિટની રકમ પરત ન આપવાની કાર્યવાહીને મનસ્વી ગણાવી. આ અરજી મુજબ 16 એપ્રિલે DGCAએ તમામ એરલાઇન્સને 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે પ્રથમ લોકડાઉન દરમિયાન ટિકિટ બુક કરાવનારા મુસાફરો અને બુકિંગ રદ કરનારા મુસાફરોને સંપૂર્ણ રકમ પરત કરવા નિર્દેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

યૌન શોષણ મામલે કારણવગર પોતાનું નામ જોડવા બદલ પાયલ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે રિચા ચઢ્ઢા

Pravin Makwana

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણીમાં 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહના એકચક્રી શાસનનો અંત

Nilesh Jethva

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!