GSTV

દિલ્હીમાં વકરતો કોરોના, એક જ દિવસમાં સામે આવ્યા અધધધ કેસ, અમિત શાહે બોલાવી બેઠક

Last Updated on June 22, 2020 by pratik shah

સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્ર ની છે ત્યારબાદ દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. રાજધાની દિલ્હીમાં રોજે રોજ હજ્જારોની સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. જેને લીધે દિલ્હી સરકાર સહીત કેન્દ્ર સરકારની પણ ચિંતા વધી છે.

રવિવારના રોજ રાજધાની દિલ્હીમાં કોરોનથી સંક્રમિત દર્દીઓના 3 હજાર નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ દિલ્હીમાં કોવિડ-19ના કેસ 60 હજારની નજીક પહોંચી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસ સંક્રમણથી 2175 લોકોના મોત થયાં છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ત્રણ હજાર કે તેનાથી વધારે કોવિડ-19ના નવા કેસ સામે આવી રહ્યાં છે.

જ્યારે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદન પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં સામેલ થયાં હતા.

આ બેઠકમાં કોરોનાની સ્થિતિને પહોંચીવળવા માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થા અને કોવિડ-19 પ્રબંધન પર ચર્ચા કરવામાં આવી. આ સાથે શું નવું કરી શકાય તેના પર વિચાર કરવામાં આવ્યો. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા બૂલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણથી 63 લોકોના મોત થયાં છે. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 2175 લોકોના મોત થયાં છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 59,746 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!