GSTV
Gujarat Government Advertisement

સંસ્કારી નગરી વડોદરાની અંદાજે 300 જેટલી સોસાયટીની મહિલાઓએ આ મુદ્દે નોંધાવ્યો વિરોધ

Last Updated on October 13, 2019 by

વડોદરાના પૂર્વ વિસ્તારની વિવિધ સોસાયટીમાં પાણીના પ્રશ્ને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પાણી આપો જેવા લખાણ સાથે સંસ્કારી નગરી વડોદરાની અંદાજે 300 જેટલી સોસાયટીની મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વડોદરાના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેથી આ મહિલાઓએ તેમજ વિરોધ પક્ષના નેતા સહિતના લોકો ગુરુકુળ ચાર રસ્તા પાસે એકઠા થયા હતા અને પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

સ્થાનિકોની સાથે વિપક્ષના સભ્ય પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. જેઓએ તંત્રને પાણીની ગંભીર સમસ્યા ઉકેલવા માંગ કરી અને જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નોંધનીય છેકે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા થઈને સોમાં તળાવ અને ડભોઇ રોડ પર છેલ્લા દસ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે. અહીંની અંદાજિત 300 જેટલી સોસાયટીઓમાં પીવાનું દૂષિત આવી રહ્યુ છે અને જે પાણી આવે છે તે પણ પુરતા પ્રમાણમાં નથી આવી રહ્યુ. જેથી સ્થાનિકોની માંગ છેકે તંત્ર યોગ્ય રસ્તો કાઢે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!