GSTV
Gujarat Government Advertisement

300થી વધુ આતંકીઓનો POK પર જમાવડો, ઘૂસણખોરી કરવાની કરી રહ્યા છે તૈયારીઓ

આતંકી

Last Updated on April 26, 2020 by Arohi

એક તરફ ભારત સમગ્ર વિશ્વ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન પોતાના બદઇરાદાઓને પાર પાડવામાં લાગ્યું છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી માટે 300 આતંકવાદીઓનો એલઓસી પર જમાવડો થયો છે. તેઓ રમઝાન મહિનામાં મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. પાકિસ્તાના આ બદ ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના આવી ઘૂસણખોરીને રોકવા સંપૂર્ણ તૈયારી સાથે તૈયાર છે.

ભારતીય સેના સામનો કરવા તૈયાર

આ માટે ભારતીય સેના પોતાની એન્ટી ઘૂસણખોરી ગ્રીડ અને આતંકવાદ વિરોધી રણનીતિઓ પર એકવાર ફરીથી મજબૂત અને સક્રિય કરવા માટે જરૂરી પગલા ભરી રહી છે. કાશ્મીરમાં રણનીતિના ભાગ રૂપે 15મી બટાલિયનની કમાન સંભાળનારા લેફ્ટિનેન્ટ જનરલ બીએસ રાજુએ આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાની સાથે કોરોના વાયરસના વધતા પ્રભાવને જોઈ એલઓસી પર પેટ્રોલિંગ દરમિયાન સખત સતર્કતા દાખવવા કહ્યું છે. તેમણે આતંકવાદીઓના સંક્રમિત હોવાની વાતને પણ નથી નકારી.

300 આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસમાં

સેનાની ફિલ્ડ ઇન્ટેલિજન્સની માનવ અને ટેકનિકલ એમ બંને પ્રકારના યુનિટ તરફથી મળેલા ગુપ્ત ઇનપુટ પ્રમાણે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોઇબાના આશરે 300 આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસમાં છે. ઉપરાંત પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા તાજેતરના સપ્તાહોમાં જ 16 જેટલા આતંકી લોન્ચ પેડ સક્રિય કરી દેવાયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!