ઘણી વખત સાંભળ્યું છે કે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા. પરંતુ આજે એવા છોકરાની વાત કરવી છે જેના એકાઉન્ટમાં એક જ ક્લિકે 300 કરોડ રૂપિયા આવી ગયા. છોકરાના ખાતામાં અચાનક 300 કરોડ રૂપિયા આવી જતાં એ પણ અવાચક બની ગયો, પરંતુ છોકરાએ ‘ઈમાનદારી’ બતાવતા તરત જ બેંકને આ ભૂલની જાણ કરી. આનાથી પ્રેમિકા ગુસ્સે થઈ ગઈ. છોકરી તેના બોયફ્રેન્ડના નિર્ણયથી ગુસ્સે ભરાઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો ટ્વિટર પોસ્ટ દ્વારા લોકોની સામે રાખ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં રહેતી એક મહિલાએ ટ્વીટમાં જણાવ્યું કે એક દિવસ જ્યારે બોયફ્રેન્ડ સવારે જાગ્યો તો તેના ખાતામાં અન્ય વ્યક્તિના 300 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ પછી તેણે બેંકને ફોન કરીને આ ભૂલ વિશે જણાવ્યું. યુવતીએ પોસ્ટમાં આગળ લખ્યું કે જો અમે ઇચ્છતા તો અમારા ટાપુ પર રહી શક્યા હોત, પરંતુ હવે કદાચ તે શક્ય નહીં બને. તે જ સમયે, છોકરાએ તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને સમગ્ર પરિસ્થિતિ વિશે જણાવ્યું. છોકરાની વાત વાંચીને તેને પહેલા તો મજાક લાગી. તેને થયું કે બોયફ્રેન્ડ મજાક કરી રહ્યો છે, પરંતુ તે સાચું કહી રહ્યો હતો.
યુવતીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડના ખાતામાં 300 કરોડ રૂપિયાથી વધુની રકમ આવી ગઈ હતી. તેણે બોયફ્રેન્ડને કહ્યું કે આ રકમ ઉપાડી લઈએ. બોયફ્રેન્ડે કહ્યું કે આ રીતે કોઈ રકમની ચોરી કરીને ભાગી જવું યોગ્ય નથી. તે નહોતો ઈચ્છતો કે તેને કોઈપણ પ્રકારની બદનામી મળે.
આ પોસ્ટ પર ઘણા ટ્વિટર યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે આનાથી નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આ ખૂબ જ સુંદર વાત છે કે તેનું દિલ ખૂબ જ સારું છે અને તેણે આ વાત તમારી સાથે શેર કરી છે. બની શકે કે કદાચ આ પૈસાથી તમારું જીવન સરળ બની ગયું હોત, પરંતુ તેનાથી તમને કોઈ પ્રકારની ખુશી ના મળત. તમારે ખુશ થવું જોઈએ કે તમને આટલો મહાન જીવનસાથી મળ્યો છે.
અન્ય એક વ્યક્તિએ મજાકમાં લખ્યું કે તમારે એવા દેશોની યાદી જોઈ લેવી જોઈતી હતી જેની સાથે ઓસ્ટ્રેલિયાની પ્રત્યાર્પણ સંધિ નથી. તે જ સમયે, ઘણા યુઝર્સે કહ્યું કે આ વ્યક્તિને તેની ઈમાનદારી માટે પુરસ્કાર આપવાની જરૂર છે. આકસ્મિક રીતે કોઈ બીજાના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. આ જ મહિનામાં અમેરિકામાં રહેતી રૂથ બલૂનના ખાતામાં 302 કરોડ રૂપિયા આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી