Gmail, Netflix और Linkedin પર એકાઉન્ટ રાખનારા યુઝર્સ માટે આ સમાચાર સૌથી મોટો ઝટકો આપી શકે છે કારણ કે વિશ્વભરના 300 કરોડ યુઝર્સનો ડેટા લીક થઇ ચૂક્યો છે. લીક થયેલા ડેટામાં યુઝર્સની આઇડી અને પાસવર્ડ જેવી મહત્વની જાણકારી શામેલ છે.

The Sun ના રિપોર્ટ અનુસાર, આ ડેટા લીકને સૌથી મોટી સિક્યોરિટી બ્રીચ માનવામાં આવી રહ્યું છે અને તેમાં Gmail, Netflix અને Linkedin ના 300 કરોડ લોકોના પાસવર્ડ લીક થયા છે. રિપોર્ટ અનુસાર આવું પ્રથમ વાર થયું છે કે, કોઇ ડેટા લીકમાં Netflix અને Linkedin ની પ્રોફાઇલ પણ શામેલ છે.
1500 કરોડ યુઝર્સના ડેટાને હેકર્સે કર્યો ટાર્ગેટ
રિપોર્ટ અનુસાર હેકર્સે અંદાજે 1500 કરોડ એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતાં જેમાંથી લગભગ 300 કરોડ યુઝર્સના આઇડી અને પાસવર્ડને હેક કરવામાં આવ્યા છે. જેમાં Linkedin અને Netflix ના 11.7 કરોડ યુઝર્સનો ડેટા પણ શામેલ છે. આ સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, હેકર્સે આ ડેટાને ઓનલાઇન અપલોડ પણ કરી દીધા છે અને તેઓ આનો ઉપયોગ બીજા એકાઉન્ટને હેક કરવા માટે કરી શકે છે.

જાણો કે શું તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં?
જો તમે પણ Gmail, Netflix અથવા તો પછી Linkedin ના યુઝર છે અને તમારા એકાઉન્ટને લઇને જો તમે જાણકારી મેળવવા ઇચ્છો છો તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. આજે અમે તમને એવો એક આઇડીયા બતાવવા જઇ રહ્યાં છે કે જેનાથી તમે સરળતાથી આ અંગેની જાણકારી મેળવી શકો છો. એ માટે તમારે https://cybernews.com/personal-data-leak-check/ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે તમારી Email Id નાખવાની રહેશે. ત્યાર બાદ જો તમારી આઇડી લિક થઇ હશે તો તમને ‘We haven’t found your email among the leaked ones’નો મેસેજ મળશે. જો તમારી આઇડી લિક નહીં થઇ હોય તો ‘We have found your email among the leaked ones’ નો મેસેજ મળશે.
આ સાથે જ વેબસાઇટ પર તમને એ વાતની પણ જાણકારી મળશે કે જો તમારું એકાઉન્ટ લીક થયું છે તો તમારે શું કરવાનું રહેશે. એમાં જણાવવામાં આવ્યું છે કે, ‘જો તમારું એકાઉન્ટ લીક થયું છે તો તુરંત તમારો પાસવર્ડ બદલી નાખો અને હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો કે જેનાથી તમારું એકાઉન્ટ સિક્યોર રહે.’
READ ALSO :
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું
- કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ