GSTV

પડોશી જિલ્લામાં 375 બેડ વધારાયા : SVPમાં 300 બેડ વધારાશે અને અન્ય જિલ્લામાંથી તબીબો બોલાવાશે, હવે ના કહેતા કોરોના નોર્મલ છે

અમદાવાદમાં કોરોનાના કેસોમાં થયેલાં અસામાન્ય વધારાના પગલે રાજ્ય સરકાર અને મ્યુનિ. તંત્રએ ફરી એપ્રિલ-મે જેવી દોડધામ શરૂ કરી દીધી છે. કરમસદ, ખેડા, કલોલ, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલોમાં 375 જેટલાં બેડ વધારી દેવાયા બાદ હવે મ્યુનિ. સંચાલિત એસવીપીમાં 300 બેડ વધારવાની જાહેરાત આજે ઉચ્ચ અધિકારીઓએ કરી છે. આ અંગે 108 અને 104ની સેવા આપતી ગાડીઓની સંખ્યા વધારવાની જાહેરાત કરતી વખતે અધિક મુખ્ય સચીવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં હાલ સંક્રમણ વધ્યું છે. નવા દર્દીઓના આંકડામાં પણ તે જણાય છે.

જરૂર પડયે એસવીપીમાં પણ 300 બેડ વધારી દેવામાં આવશે

આ સંજોગોમાં જરૂર પડયે એસવીપીમાં પણ 300 બેડ વધારી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 400 જેટલાં બેડ એસવીપીમાં છે, 200 વધારાય તો પહેલાંની જેમ 700 થઇ જશે. બીજી તરફ એસવીપીના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફમાંથી મોટી સંખ્યા હાલ ઘેરબેઠાં સારવાર લેતાં દર્દીઓની સારવાર કરતાં સંજીવની મેડિકલ વાનમાં રોકાયેલાં છે.

બેડ વધારાય તો તેની સાથે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યા પણ વધારવાની જરૂરિયાત

આ સેવા ઘણી જ લોકપ્રિય સાબિત થઇ છે, એટલે તંત્ર તેને ડિસ્ટર્બ કરવા માગતું નથી, આ સંજોગોમાં બેડ વધારાય તો તેની સાથે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યા પણ વધારવાની જરૂરિયાત ઉભી થાય. આ સ્થિતિને પહોંચી વળવા રાજ્યના વડોદરા સહીતના અન્ય શહેરોમાંથી 250થી 300 ડોકટર્સ બોલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

છાતી અને ફેફસાના રોગોના જાણકાર અને એનેસ્થેટિક ડોક્ટરોની મોટી જરૂરિયાત ઉભી થઇ

ખાસ કરીને કોરોનાની સારવારનો અનુભવ ધરાવતા, છાતી અને ફેફસાના રોગોના જાણકાર અને એનેસ્થેટિક ડોક્ટરોની મોટી જરૂરિયાત ઉભી થઇ છે. એટલાં જ પ્રમાણમાં નર્સો, વોર્ડ બોય, જુનિ. તબિબોની જરૂર પડવાની છે. જો કે દર્દીઓની સંખ્યાનો સાચો આંકડો કેટલો છે, તે કહેવા કોઈ તૈયાર નથી.

કયા વોર્ડમાં કેટલાં દર્દીઓ છે તેના આંકડા પણ જાહેર થતાં હતાં

અગાઉ કયા વોર્ડમાં કેટલાં દર્દીઓ છે તેના આંકડા પણ જાહેર થતાં હતાં. જેના કારણે લોકોને પોતાના વિસ્તારનું સાચુ ચિત્ર મળી રહેતું હતું અને તે વધુ સજાગ થઇ જતો હતો. અગમ્ય કારણોસર આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે. એવી જ રીતે મૃત્યુ પામેલા દર્દીના સરનામા સાથે યાદી જાહેર કરાતી હતી, તમામ વિગતો પારદર્શક રીતે જાહેર નહીં કરાતી હોવાથી લોકોના મનમાં જાતજાતની શંકા-કુશંકા જન્મે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!