GSTV
Ajab Gajab Trending

લોકોના ગંદા બાથરૂમ સાફ કરવાનો બિઝનેસ શરૂ કર્યો, હવે કરે છે લાખોમાં કમાણી

વ્યક્તિ જ્યાં રહે છે, તે જગ્યાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દુનિયામાં ઘણા એવા બેદરકાર લોકો છે, જેઓ ઘરને એવી રીતે રાખે છે કે ત્યાં બે મિનિટ પણ ઊભા રહેવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં આ સમયે સફાઈનો ધંધો ખૂબ આગળ વધી શકે છે. લોકો તેમના ગંદા ઘરને સાફ કરવા માટે કલિનિંગ એક્સપર્ટ હાયર કરી રહ્યા છે. 30 વર્ષીય ફાયે મેક્કન્ને કહ્યું કે તે લોકોના ઘરોને સાફ કરવા માટે તેના હાથ ગંદા કરવામાં ડરતી નથી. પરંતુ ક્યારેક તેને આવા ગંદા ઘરની સફાઈ કરવી પડે છે, જ્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે.

ન્યુકેસલના વેસ્ટ ડેંટોંમાં રહેતા આ ક્લિનિંગ એક્સપર્ટને તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. આ કામથી તે એક મહિનામાં લાખોની કમાણી કરે છે. તેણે જણાવ્યું કે તે તેના વતનને સ્વચ્છ બનાવવા માટે કામ કરે છે. આ કારણે તેણે આ કરિયર પસંદ કર્યું. પહેલા તેણે સામાન્ય ઘરો સાફ કર્યા. તે પછી તેણે જટિલ કેસ લેવાનું શરૂ કર્યું. હવે આ વ્યવસાયને પાંચ વર્ષ સુધી સફળતાપૂર્વક ચલાવ્યા પછી, તેણે આ નોકરીમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ શેર કર્યો છે.

નરક જેવી ગંદકી

પોતાના પાંચ વર્ષના બિઝનેસમાં છેલ્લા ત્રણ વર્ષથી તેણે એવા કામો હાથ ધર્યા છે, જેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ હતા. ફાયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરોના પરિવર્તનના વીડિયો શેર કરતી રહે છે. આમાં તે કેવી રીતે ગંદા ઘરને અરીસાની જેમ સ્વચ્છ બનાવે છે, તેની તસવીરો શેર કરે છે. આમાં, કેટલાક પરિવર્તનો અશક્ય તરીકે જોવામાં આવે છે. ફાયે તેની કારકિર્દીમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ કેસ શેર કર્યો. તેણે કહ્યું કે આ ઘરના દરેક રૂમમાં કચરાના પહાડ બનાવવામાં આવ્યા છે. તેમજ રસોડામાં 5 હજાર જેટલી પાણીની બોટલો હતી.

શૌચાલયની હાલતહતી ખરાબ

ફાયે કહ્યું કે આ ઘરનું બાથરૂમ જોઈને તમને ઉલટી થઈ ગઈ જશે. ત્યાં ટોયલેટ સીટ ભરાઈ ગઈ હતી. તેમજ ટોયલેટમાં પિઝાનું બોક્સ ફેંકવામાં આવ્યું હતું. તેને આશ્ચર્ય થયું કે લોકો આવી ગંદકીમાં કેવી રીતે જીવે છે? તેને સફાઈ માટે બોલાવનાર વ્યક્તિએ જણાવ્યું કે ગડબડને કારણે તે બાથરૂમનો ઉપયોગ કરી શકતો નથી. ઘરની માલકિને ગંદકી સાથે ઘર વેચી નાખ્યું હતું. આવી સ્થિતિમાં તેણે ક્લિનિંગ એક્સપર્ટની મદદ લીધી. ફાયે પણ ઘરની સફાઈ કરીને તેની સમસ્યાને દૂર કરી.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV