GSTV

માસ્ક સાથે લગ્ન નથી કરવા! લોકડાઉનમાં 30 હજાર લગ્ન પ્રસંગો કેન્સલ

fir

હોળી બાદની ચૈત્ર-વૈશાખની એટલે એપ્રિલ-મેની આ વખતની લગ્નની મૌસમ પરણવા ઈચ્છુક નવ યુગલો માટે અભિશાપ સમાન રહી છે.કારણકે કોરોનાને પગલે લાગુ થયેલા લોકડાઉનના બે મહિનાના સમયગાળામાં ગુજરાતમાં અંદાજે 30 હજાર લગ્ન કેન્સલ થયા છે. ગુજરાતમાં ડિસેમ્બર-જાન્યુઆરી બાદ એપ્રિલ-મે સહિતના બે મહિના એ લગ્નસરાની બહુ મોટી મૌસમ ગણાય છે અને જેમાં સમગ્ર ગુજરાતમાં હજારો લગ્નો થતા હોય છે.પરંતુ આ વર્ષે કોરોનાને પગલે સમગ્ર ગુજરાતમાં 30 હજાર જેટલા લગ્ન કેન્સલ થયા છે.

જો કે લોકડાઉન દરમિયાન જિલ્લા વહિવટી તંત્રની મંજૂરી સાથે ઘરોમાં જુજ લોકોની હાજરીમાં કેટલાક લગ્નો થયા છે.જ્યારે ત્રણ લોકડાઉન બાદ લોકડાઉન 4માં સરકારે 50 ટકા લોકોની હાજરી સાથે લગ્ન પ્રસંગની મંજૂરી આપી છે પરંતુ બીજી બાજુ લગ્ન પ્રસંગ માટે મંદિરો,હોટલ કે પાર્ટિ પ્લોટ ખુલ્લા ન હોવાથી અનેક પરિવારોએ લગ્ન કેન્સલ કર્યા છે.

partner

ઉપરાંત 50 લોકોની હાજરી સાથે મળેલી લગ્નની મંજૂરીમાં પણ તમામે ફરજીયાત માસ્ક પહેરવાનું હોવાથી પરણવા ઈચ્છુક નવ યુગલો માસ્ક પહેરેલા મહેમાનો સાથે ફોટો આલ્બમ બનાવવા માંગતા નથી.ઉપરાંત 50 માણસો માટે જમવાનું પણ મોંઘુ પડે અને આવવા-જવા સહિતની ઘણી મુશ્કેલી પણ પડે તેમ હોવાથી અનેક યુવક-યુવતીઓ અને પરિવારજનો જ હાલ લગ્ન કરવા માંગતા નથી.જે ઘરમાં લગ્નના પ્રસંગો હતા તે પરિવારો હવે આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં લગ્ન પ્રસંગ રાખવા માંગે છે.

Read Also

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં નહીં મળે મંદિરમાં પ્રવેશ, શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ

Pravin Makwana

અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે, અહંકારની ખુરશી પરથી ઉતરી ખેડૂતોને તેમનો અધિકાર આપો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!