GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

30 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર તો થયુ, પણ શું નાના અને સીમાંત ખેડૂતોને મળશે લાભ?

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 3 કરોડ નાના અને સીમાંત ખેડુતો માટે ક્રેડિટ કાર્ડ , કૃષિ ક્ષેત્રની રાહત જાહેર કરી છે. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) ને 30 હજાર કરોડનો વધારાનું તાકીદનું ફંડ આપવાનું કહેવામાં આવ્યું છે. આ રકમ નાબાર્ડ દ્વારા આપવામાં આવેલી 90 હજાર કરોડની રકમ ઉપરાંત હશે. નાબાર્ડ આ ભંડોળ રાજ્યોની સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને આપશે. જે ખેડૂતોને વ્યાજે પૈસા આપશે. જેની પાસે ખેતી કરવા પૂરતાં પૈસા અને જમીનનો અભાવ છે, તેવા લોકો નાના અને સીમાંત ખેડુતોની શ્રેણીમાં આવે છે.

નાબાર્ડ સામે બજારમાંથી નાણાં એકત્ર કરવું મુશ્કેલ

નાબાર્ડ 30 હજાર કરોડની રકમ ક્યાંથી વધારશે તે પોતાનામાં એક સવાલ બની ગયો છે. સરકારના નવા નિર્ણયથી નાબાર્ડ સામે બજારમાંથી નાણાં એકત્ર કરવું મુશ્કેલ થઈ શકે છે. ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાબાર્ડને 25,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે રિઝર્વ બેંક નાબાર્ડને 30,000 કરોડ રૂપિયાની બીજી સહાય પૂરી પાડશે.
રવી પાકની હાલત કથળી છે

ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડી

લણણી સમયે વરસાદ, કરા, વાવાઝોડા, જમીનમાં વધુ ભેજ, રોગચાળો, કોરોનામાં તૈયાર પાક ખેતરોમાં જ સડી ગયો છે. આ વધી ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) દાવો કરે છે કે 2019/20 દરમિયાન રવિ ખાદ્યપદાર્થોનું 147.2 મિલિયન ટન ઉત્પાદન થશે, જે ગત રવી સિઝનમાં ઉત્પાદિત 143.9 મિલિયન ટન કરતા 2.3 ટકા વધારે છે. આ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ફેબ્રુઆરી 2020 માં જાહેર કરેલા 2019/20 માટેના 149.6 મિલિયન ટનના આગોતરા અંદાજની સરખામણીએ ઓછી છે. આ અંદાજો કઈ રીતે તૈયાર કરીને આપવામાં આવ્યા છે તે ખેડૂતો માટે દ્વિધા ઊભી કરે છે.

વ્યાજ ખાઊં સરાફીઓ પાસેથી નાણાં લે છે

કૃષિ વસ્તી ગણતરી, 2015-16 અનુસાર, દેશમાં નાના અને સીમાંત ખેડુતોની કુલ સંખ્યા 126 મિલિયન હતી. કહેવાનો અર્થ એ છે કે નાબાર્ડની 30 હજાર કરોડની વધારાની રકમ તેમાંથી એક ચતુર્થાંશ પણ આવરી લેવામાં નિષ્ફળ ગઈ છે. લગભગ 30 ટકા ધરતી પૂત્રો ખાનગી ધીરાણ કરનારા વ્યાજ ખાઊં સરાફીઓ પાસેથી નાણાં લે છે. જે ઊંચું વ્યાજ લે છે અને જમીન ગીરવે લખાવે છે. નાના ખેડૂતો તેનું વ્યાજ અને મુદ્દલ ભરી શકતાં નથી અને તેથી જમીન વિહોણા બને છે. ખરેખર તો આવા ખેડૂતોને બેંક લોન આપતી નથી કે ભાજપ સરકારને સહાય કરવાની પડી નથી.

READ ALSO

Related posts

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

તમારું આધારકાર્ડ બનાવટી છે કે નહીં તે આ રીતે શોધો, કંપનીઓ આ રીતે સાચા-ખોટાની કરે છે ચકાસણી

Dilip Patel

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!