VIRAL VIDEO : ગુજરાતનું વરવું દ્રશ્ય, એક છકડામાં 30 વિદ્યાર્થીઓ સાથે જોખમી સવારી

આ પ્રકારના દ્રશ્યો કોઇ પહેલીવખત નથી સામે આવ્યા. ભૂતકાળમાં પણ આવા અનેક દ્રશ્યો અને વીડિયો સામે આવી ચૂક્યા છે. આમ છતા આ પ્રકારના વીડિયોથી તંત્ર દ્વારા કોઇપણ જાતની શીખ નથી લેવામા આવતી. આ દ્રશ્યો વઢવાણ તાલુકાના છે.

આશંકા છે કે છકડામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓ ગુંદિયાળા ગામના છે. મળતી માહિતી મુજબ અંદાજે 30 જેટલા વિદ્યાર્થીઓને 2 છકડામાં આ રીતે ખીચોખીચ ભરીને કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લઇને જવાઇ રહ્યા હતા.

ત્યારે કોઇ વ્યકિત દ્વારા આ વીડિયો શૂટ કરાયો છે. હાલમાં આ વીડિયો વાયરલ પણ થયો છે. ત્યારે આ વીડિયો બાદ તંત્ર દ્વારા હવે શું કામગીરી કરાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter