GSTV
Budget 2020 Business India News News Budget Trending

ઈન્કમ ટેક્સના 30 ટકા સ્લેબમાં આવનારને લાગશે ઝટકો, બજેટમાં સરકાર કરી રહી છે આ ફેરફાર

સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં ડિવિડન્ડને ઈન્કમમાં જોડવાની ઘોષણા કરી શકે છે. આનો અર્થ છે કે, ડિવિડન્ડને કુલ ઈન્કમનો હિસ્સો ગણવામાં આવશે. એની અવેજીમાં સરકાર કંપનીઓને રાહત આપતા ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (DDT)ને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે. સૂત્રો અનુસાર, આ વખતે બજેટમાં માર્કેટ સાથે જોડાયેલ મહત્વના નિર્ણયોની ઘોષણા કરી શકે છે. આમાં ડીડીટીને હટાવવાનું સામેલ થઈ શકે.

અત્યારે ડિવિડન્ડ પર ટેક્સ ચૂકવવાની જવાબદારી કંપની છે. ડિવિડન્ડ પર 20.55 ટકા ડીડીટી લાગે છે, એમાં સરચાર્જ અને એજુકેશન સેસ સામેલ હોય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, સરકાર શેરધારકોને મળનાર ડિવિડન્ડને તેની આવક સાથે જોડી શકે છે. જો કે, આમાં 20 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવી શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈને એક લાખ રૂપિયાનું ડિવિડન્ડ મળે છે તો તેને 20 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. બાકીના 80,000 તેની આવકમાં જોડવામાં આવશે જેના પર ઈન્કમ ટેક્સ આપવો પડશે. ટેક્સ એક્સપર્ટ માને છે કે, જો આમ થયું તો આ એક સારી સ્થિતિ હશે. આનાથી સરકારને ફાયદો થશે અને શેરધારકોને વધુ ડિવિડન્ડ મળશે.

ડીડીટી લાગવાને કારણે કંપનીઓને પહેલા જ કુલ રકમના 20 ટકા ટેક્સ તરીકે રાખવા પડતા હતા. જો ડીડીટી ખતમ થઈ જશે તો સંપૂર્ણ રકમ ડિવિડન્ડ તરીકે આપવામાં આવશે. આનાથી શેરધારકોને પહેલાની સરખામણીએ ડિવિડન્ડ મળશે. આ તેની આવકમાં જોડવામાં આવશે, પરંતુ આની અસર નીચલા ટેક્સ સ્લેબમાં આવનાર લોકો પર વધુ નથી થતી. ઈન્કમ ટેક્સના 30 ટકા સ્લેબમાં આવનારને આનાથી અમુક હદે નુકશાન થશે.

READ ALSO

Related posts

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ

Hardik Hingu

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV