GSTV
Home » News » 30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Relationship tips

દરેક સંબંધમાં લડાઈ ઝઘડા થતાં જ હોય છે પરંતુ ક્યારેક આ ઝઘડા વધી જાય છે અને તેના કારણે સંબંધોમાં કાયમી તિરાડ પડી જાય છે. આવી સ્થિતિમાં ક્યારેક સંબંધો તુટવા સુધી આવી જાય છે.

સંબંધોમાં એકવાર તિરાડ પડે પછી વ્યક્તિને પસ્તાવા સિવાય કશું મળતું નથી. આજે અહીં તમને એવી ટ્રીક વિશે જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમારી સાથે આવું ન બને. આ ટ્રીકને ફોલો કરવાથી ગણતરીની સેકન્ડમાં તમારા સંબંધોમાં તમે નવીનતા લાવી શકશો.



રિએક્ટ કરતાં પહેલા વિચારો

મોટાભાગે સંબંધોમાં સમસ્યા ઉતાવળે રિએક્ટ એટલે કે પ્રત્યુતર આપવાના કારણે ઊભી થાય છે. જ્યારે પાટર્નર કોલ ન કરે તે મેસેજનો જવાબ આપવાનું ચુકી જાય તો તેના કારણે સામેવાળી વ્યક્તિ તેના પર ગુસ્સે થઈ જાય છે અને જ્યારે વાત થાય છે ત્યારે તે બાબતે ઝઘડો થાય છે.

આ ગુસ્સો ઉતર્યા બાદ એ વાત સમજ આવે છે કે એક નાનકડી વાતને ગુસ્સાના કારણે મોટી બનાવી દીધી. આવા સમયે ઉતાવળે રિએક્શન આપતા પહેલા શક્ય એટલા પ્રયાસો કરવા જોઈએ.

આ કામ માટે તમે 30 સેકન્ડની એક સાઈકોલોજિકલ ટ્રિકને ફોલો કરી શકો છો. આ ટ્રીક વધારે સમય નહીં લે અને તમારા સંબંધને પળવારમાં બચાવી લેશે.

1 સ્ટેપ

વિચાર્યા વિના રિએક્ટ કરવાને બદલે ઊંડો શ્વાસ લો અને થોડીવાર માટે તે પરિસ્થિતિને પોતાના વિચારોથી દૂર રાખો. આમ કરવાથી મન શાંત થશે અને સમસ્યાનું સમાધાન કરવું સરળ લાગશે.

2 સ્ટેપ

બીજા સ્ટેપમાં પોતાની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો. પોતાની સાથે વાત કરી અને વિચારો કે તમને કઈ વાતથી ફરિયાદ છે.  શા માટે તમે ગુસ્સે છો. થોડીવારમાં જ તમને સમજાશે કે તમે પરિસ્થિતિનું સમાધાન ઠંડા મગજથી લાવી શકો તેમ છો.

3 સ્ટેપ

ત્યારપછી વિચારો કે તે પરિસ્થિતિમાં ગુસ્સો કરવાથી તમને શું મળશે? 10 મિનિટ ઝઘડો કરવાથી સંબંધ પર કેવો પ્રભાવ પડશે. આ પ્રશ્નોના જવાબ તમારા નકારાત્મક વિચારોને પોઝિટીવ બનાવી દેશે.

Read Also

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!