GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં સ્કુલો બંધ છે. તે દરમયાન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કેન્દ્રીયમાધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તો શિક્ષાવિભાગના આ નિર્ણયથી ગુજરાતના 36 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

વિદ્યાર્થીઓને ચિંતામાં થશે ઘટાડો

આ આદેશ બાદ ગુજરાતના શિક્ષમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક શિક્ષા બોર્ડને તેમના ધોરણોના અભ્યાસક્રમોને ઘટાડવા માટે કામ કરવા નિર્દેશ આપી દીધો છે. વિષય વિશેષજ્ઞો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવશે. ત્યારબાદ નિર્ણય લેવાશે કે અભ્યાસક્રમમાં શું રહેશે અને શું નહીં. રાજ્યસરકારની સાથે સંશોધિત પાઠ્યક્રમો ઉપર વિચાર વિમર્શ કરવાનો નિર્ણય જલ્દી લેવામાં આવશે. આ નિર્ણયનો સૌથી વધારે પ્રભાવ ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપર પડશે. કારણકે બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહત્વપૂર્ણ હોય છે. કોરોના સંકટને ધ્યાને રાખીને સ્કુલ, કોલેજ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા થઈ રહી છે. ખાસ કરીને, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઘણી ચિંતા કરી હતી, પરંતુ હવે બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ઘટાડો થતાં થોડી રાહત મળશે.

Related posts

સુરતમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

pratik shah

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan
Do NOT follow this link or you will be banned from the site!