અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી નવી સપાટી બનાવી રહ્યા છે.આ પરિસ્થિતિમાં ૨૧ દિવસમાં કોરોના સંક્રમિત થવાથી ૩૦ લોકોનો મોત થવા પામ્યા છે. કોરોના વેકિસનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર માટે દાખલ થયેલા તેર દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.હાલ સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે આ સ્થિતિમાં જે લોકોએ હજુ સુધી કોરોના વેકિસન લીધી નહોતી એવા આઠ દર્દીના કોરોના સંક્રમિત થયા બાદ મોત થવા પામ્યા હતા.

કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે રસી જ વિકલ્પ
અમદાવાદમાં ગુરુવારે કોરોનાના ૯૮૩૭ કેસ અને સાત સંક્રમિત દર્દીના મોત થયા હતા.આ વર્ષના આરંભે પહેલી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોના સંક્રમણથી થયેલા મોતમાં જે લોકોએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય એવા તેર દર્દીના મોત થયા છે.આ અંગે મળતી માહિતી મુજબ,આ એવા દર્દી હતા.જેઓ કોરોના સંક્રમણની સાથે અન્ય અસાધ્ય રોગની બીમારીથી ગ્રસ્ત હતા.ઉપરાંત કોરોના સંક્રમણ બાદ સારવાર માટે લઈ જવામાં મોડુ થવાના કારણે પણ આ દર્દીઓના મોત થયા હોવાની સંભાવના છે.

વેકિસનના બંને ડોઝ લીધા બાદ તેર અને વેકિસન લીધા વગરના આઠ દર્દીના મોત
આઠ એવા દર્દીઓના મોત થયા છે જેમણે કોરોના વેકિસનનો એક પણ ડોઝ લીધો નહોતો.જે દર્દીઓ આરોગ્યના અલગ અલગ કારણોસર કોરોના વેકિસન લેવાને પાત્ર નહોતા એવા છ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.જે લોકોએ કોરોના વેકિસનનો માત્ર એક જ ડોઝ લીધો હોય એવા ત્રણ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.આ પરિસ્થિતિમાં કોરોના વેકિસન જ સંક્રમણ સામે રક્ષણનો વિકલ્પ હોવાનુ કહી તબીબા દ્વારા જેમણે કોરોના વેકિસન હજુ સુધી લીધી ના હોય એવા તમામ લોકોને રસી લેવા અપીલ કરાઈ છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં