GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રાજ્યમાં છેલ્લા 3 માસમાં 30 સિંહના મોત, દિલ્હીથી 3 અધિકારીઓની ટીમ આવી ગીર

સિંહ

રાજ્યમાં સિંહના મોત મામલે દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીર આવી છે. આ ટીમ સિંહોના કમોત મામલે તલસ્પર્શી તપાસ કરશે. તો સ્થાનિક વન વિભાગ સિંહોમાં બેબેસીયા રોગનું ગાણુ ગાઈ રહ્યુ છે. છેલ્લા ત્રણ માસમાં ત્રીસ સિંહ મોતને ભેટયા છે. જે ટીમ ગીર આવી છે તેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયન વેટરનરી ઇન્સ્ટિટયૂટના સભ્ય, વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે. આ ટીમ સિંહોના મોત અંગે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરશે. અને અંતિમ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સોંપશે.

વનવિભાગ દ્વારા સિંહની ગણતરી કરવાની તૈયારીઓ શરૂ

રાજ્યના વનવિભાગ દ્વારા જૂનની પાંચ તારીખ આસપાસ સિંહની ગણતરી શરૂ કરવા માટેની તૈયારીઓ કરી છે. ત્યારે સિંહ ગણતરીમાં ભાગ લેનાર તમામ વન કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી.આ સિંહ ગણતરીમાં મોટી સંખ્યામાં વન્ય પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં જોડાતા હોય છે.

વન વિભાગના જુનાગઢ સ્થિત અધિકારીએ આ બાબતનો કોઈ ફોડ પાડ્યો નથી

આ વખતે માત્ર વનવિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જ ગણતરી કરવાનું ગોઠવવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે. વન વિભાગના જુનાગઢ સ્થિત અધિકારીએ આ બાબતનો કોઈ ફોડ પાડ્યો નથી. દર પાંચ વર્ષે યોજાતી ગણતરીમાં આ વખતે કોરોનાનો કહેર બાધારૂપ બન્યો હતો. જેથી ગત પૂનમે પાંચ વર્ષે થતી ગણતરી શરૂ કરવાનું આયોજન હતુ. જો કે વન વિભાગે માંડી વાળ્યું હતું.

સિંહોને સંક્ર્મણથી બચાવવા વનવિભાગ હરકતમાં આવ્યું

કોરોનાની દહેશતને પગલે હવે જૂનાગઢ વનવિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે. અમેરિકામાં વાઘને કોરોના પોઝીટીવ આવતા હવે સિંહોને સંક્ર્મણથી બચાવવા વનવિભાગ હરકતમાં આવ્યું છે. તમામ વનકર્મી અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. સિંહ સહિતના વન્ય જીવોને કોરોના લાગુ ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. મજુર, ટ્રેકર, ગાર્ડ, ફોરેસ્ટર, આર.એફ.ઓ., એસીએફ સહિત કર્મીઓના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

આ જિલ્લાઓમાં કોરોનાનો કહેર વધતા આવશ્યક વસ્તું સીવાય તમામ દુકાનો બંધ રાખવા કલેકટરનો આદેશ

Nilesh Jethva

ગુજરાતમાં પાવર ઓફ એટર્નીની નોંધણીમાં બદલાઈ ગયા છે નિયમો, ભૂલ કરી તો ભરાઈ જશો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!