GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગુજરાતના 30 લાખ સુગરના દર્દી ઉપર કોરોનાનું લટકતું જોખમ, કોરોનાના મોતમાં આટલા દર્દીઓ ડાયાબિટીઝના

Corona

કોરોના રોગમાં નવું જોખમ બહાર આવ્યું છે, ડાયાબિટીસના દર્દીઓ કોરોનામાં મૃત્યુ પામતા હોવાથી સંખ્યા વધી રહી છે. આ બાબત સમગ્ર ભારતમાં સૌથી વધુ ડાયાબીટીશ દર્દી ધરાવતાં ગુજરાતને માટે સૌથી વધુ ચિંતા ઊભી કરે છે. નવા અને ઝડપથી ફેલાતા વાયરસની વર્તણૂકને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના તાજેતરના અધ્યયનમાં એવું જણાયું છે કે, કોરોનાથી મરી જતા દર્દીઓમાં પહેલેથી જ ડાયાબિટીઝનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા વધું છે તેથી ગુજરાતમાં મોત વધું હોઈ શકે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે ડાયાબિટીઝના 10 દર્દીઓમાંથી જેને કોરોનાનો ચેપ લાગે છે, તે 7 દિવસની અંદર જ દુનિયા છોડી દે છે. એટલું જ નહીં, ડાયાબીટીશ ધરાવતાં કોરોના ચેપગ્રસ્ત દર 5 દર્દીઓમાંથી એકને વેન્ટિલેટરની જરૂર હોય છે. આ પરિણામ પરથી તે પણ સમજી શકાય છે કે ડાયાબિટીઝના દર્દીઓ માટે કોરોના ચેપ કેટલું જોખમી છે.

ગુજરાત ‘ડાયાબિટીસ કેપિટલ’ કહેવાય છે. ગુજરાતમાં 40 વર્ષથી ઉપરના 36 ટકા લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. અમદાવાદમાં સૌથી વધુ ડાયાબિટીશ છે તેથી મોત પણ વધુ હોવાનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં ડાયાબિટીસનો દરેક દર્દી દર મહિને ડાયાબિટીસની દવાઓ અને ટેસ્ટ સહિતની સારવાર માટે આશરે રૂ. 1,500નો ખર્ચ કરે છે. ગુજરાતમાં ડાયાબિટીસની દવાઓનું બજાર વાર્ષિક રૂ. 3,600 કરોડ જેટલું છે જે પૈકી અમદાવાદનો હિસ્સો 50 ટકા એટલે કે રૂ. 1,800 કરોડ જેટલો છે. ગુજરાતમાં લગભગ 30 લાખ લોકો ડાયાબિટીસથી પીડાય છે. રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 1990થી 2016માં 89 ટકા જેટલી વધી છે. ભારતમાં 2017માં ડાયાબિટીસના 7.30 કરોડ ડાયાબિટીસના કેસો નોંધાયેલા હતા. આના માટે બિનતંદુરસ્ત જીવનશૈલી, કસરતનો અભાવ, અનિંદ્રા અને કામના લાંબા કલાકો જેવા કારણો જવાબદાર છે.

યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝના સત્તાવાર જર્નલ ‘ડાયાબેટોલોજિયા’ જર્નલમાં પ્રકાશિત થયેલું ચોંકાવનારું અધ્યયન

યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝના સત્તાવાર જર્નલ ‘ડાયાબેટોલોજિયા’ જર્નલમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે. મોટાભાગના દર્દીઓ ટાઇપ 2 ડાયાબિટીઝથી પીડાય છે, એ એક સુગર રોગ છે જે આપણા આહાર અને જીવનશૈલીને કારણે થાય છે. કોરોના દર્દીઓમાં હાર્ટ એટેક જેવા લક્ષણો જોવા મળે છે. દર્દીઓમાં પુરુષોની સંખ્યા આ દર્દીઓમાં વધારે હોય છે. ઉંમર 65 વર્ષની હોય ત્યારે સમસ્યા વધી જાય છે. દર્દીની અંદર ઈન્ફલ્યુએન્ઝાના ઇન્ફેક્શનની શરૂઆતના જોખમને વધારે છે. કોરોના એ વાયરસથી થતા શ્વાસનળીનો રોગ પણ છે, જે, ઈન્ફલ્યુએન્ઝાની જેમ, શરીર પર હુમલો કરે છે અને તેની પકડ બનાવે છે. આને કારણે સુગરના દર્દીઓ સરળતાથી આ વાયરસનો શિકાર બની જાય છે.

ડાયાબિટીઝમાં ન્યુમોનિયા, સેપ્ટિક શો, સેપ્સિસ, ગંભીર કિડની રોગ અથવા ચેપ, હૃદય સંબંધિત સમસ્યાઓ ઘાતકી બને છે

કોરોના વાયરસનો ચેપ એ શ્વસન સિન્ડ્રોમ છે. એટલે કે તે મનુષ્યના શ્વસનતંત્ર પર હુમલો કરે છે અને પછી ગળા પછી અંગો, હૃદય, કિડની વગેરેને પકડી રાખે છે. આ કારણ છે કે એક તરફ, કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં ફ્લૂના લક્ષણો છે. તે જ સમયે, હાર્ટ એટેક અને કિડની રોગ જેવા લક્ષણો પણ જોવા મળે છે.ડાયાબિટીઝના દર્દીને ગંભીર ન્યુમોનિયા, સેપ્ટિક શો, સેપ્સિસ, ગંભીર કિડની રોગ અથવા ચેપ, હૃદય સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. ઘણા બેક્ટેરિયલ ચેપ પણ તેમને અન્ય સામાન્ય દર્દીઓ કરતાં વહેલા આવે છે. તેથી, કોરોના ચેપના આ સમયગાળા દરમિયાન, સુગરના દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!