GSTV
Gujarat Government Advertisement

ફટાફટ કરી લો / 30 જૂન સુધી પતાવી લો આ જરૂરી કામ, નહીં તો થઇ શકે છે મોટુ નુકશાન

Last Updated on June 10, 2021 by Zainul Ansari

30 જૂન સુધી ઘણા કામ પતાવવાની છેલ્લી તારીખ છે. આ મહિને તમારે પાન-આધાર લિંક કરાવવા, આઈએફએસસી કોડ અને ચેક બુક બદલવા જેવા ઘણા કામ કરવાના છે. ઉપરાંત ઘણા બેંક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારાના વ્યાજની સ્કીમ રજૂ કરી છે. આ ઓફર પણ 30 જૂન સુધી વેલિડ છે. જો તમે આ મહિનાના અંત સુધી આ કામ નથી કરતા તો તમને નુકશાન થઇ શકે છે. ચાલો જાણીએ જૂનના અંત સુધી ક્યા કામ પતાવવાના છે?

IFSC અને ચેકબુક કઇ કામની નહીં રહે

1 જુલાઈથી સિંડિકેટ બેંકનો IFSC કોડ બદલી જશે. IFSC માટે સિંડિકેટના તમામ ગ્રાહકોને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેનરા બેંકમાં સિંડિકેટની વિલયની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. સિંડિકેટ બેંકના ગ્રાહકોને હવે નવો IFSC કોડનો ઉપયોગ કરવો પડશે.

આધાર-પાન લિંક

ઇનકમ ટેક્સ વિભાગે પાન કાર્ડથી આધારને લિંક કરાવવું ફરજિયાત કરી દીધુ છે. સરકારે પાનને આધાર સાથે લિંક કરવા માટે 30 જૂન, 2021 સુધીનો સમય આપ્યો છે. જો કોઈ પાનથી આધાર લિંક નથી, તો તેને 1000 રૂપિયાનો દંડ ચુકવવો પડી શકે છે. સાથે જ તેનો પાન કાર્ડ પણ ઇનવેલિડ થઇ જશે.

pan

30 જૂન સુધી અહીં મળી રહ્યો છે વધારે વ્યાજ

SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડાએ સીનિયર સિટીજન્સ માટે સ્પેશિયલ એફડી સ્કીમ શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કીમ 30 જૂન 2021ના રોજ ખતમ થઇ રહી છે. આ યોજનાઓમાં સીનિયર સિટીજન્સને સામાન્ય એફડીની સરખામણીમાં વધારે વ્યાજ મળી રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, જાણો કયા પ્લેયરોને સ્થાન મળ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!