GSTV

અમદાવાદ : આ વિસ્તારમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી નાંખવામા આવ્યા, સ્થાનિકોએ લગાવ્યો ગંભીર આરોપ

અમદાવાદમાં મેટ્રો રેલને કારણે ખાનપુરથી શાહપુર તરફ જતા માર્ગ પર આવેલા ચાલીના 30થી વધુ મકાનો કપાતમા જાય છે. ત્યારે આ મકાનધારકોને અગાઉ મકાનો ખાલી કરવા નોટીસ આપાવામા આવી હતી. જોકે મકાનધારકો દ્વારા મકાન ખાલી ન કરાતા સોમવારે પોલીસની હાજરીમા આ મકાનો ખાલી કરાવામા આવ્યા હતા. મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી નાંખવામા આવ્યા. આ કામગીરીનો લોકોએ વિરોધ કરતા પોલીસ અને સ્થાનીકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.

થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યુ હતુ. મકાનધારકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેઓને માર મારવામા આવ્યો. તો તંત્રનુ માનીએ તો અસરગ્રસ્તોને અન્યત્ર મકાન આપવામા આવ્યા છે. જોકે મકાનધારકોનુ કહેવુ છે કે મેટ્રોરેલ સતાધીશોએ તેઓને મકાન આપ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ત્યાં રહેવા ગયા ત્યારે તેઓની પાસે પૈસા માંગવામા આવ્યા હતા. પૈસા ન આપતા મકાન ખાલી કરાવી દેવાયા. વિકાસ કરો પરંતુ મેટ્રો રેલને કારણે મકાનો તોડી દેવા કેટલુ યોગ્ય છે તેવા સવાલ તેઓએ કર્યો હતો.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!