30 દિવસમાં વજન ઘટાડવુ છે? આ 5 ફળ કરશે મદદ

આજકાલ વજન ઘટાડવા માટે કાર્બ ડાયટ લોકપ્રિય થઈ રહી છે. વજન ઘટાડવાની ઉતાવળમાં લોકો ફળને પોતાની ડાયટમાંથી બહાર કરી દે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં કારણ કે ફળમાં જે પોષક તત્વો હોય છે તે શરીર માટે જરૂરી છે. ફળમાં જે સુગર હોય છે તેનાથી કાર્બોહાઈડ્રેટ કાઉન્ટ વધી જાય છે તેવા ડરના કારણે જે લોકો ફળ નથી ખાતા તેઓ ખાસ જાણી લે કે ફળ ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે. 

ફળમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે અને તે વિટામિન્સનો પણ સારો સ્ત્રોત હોય છે. જો ફળને યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. કયા કયા છે આ ફળ ચાલો જાણી લો સૌથી પહેલા.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી વજન ઘટાડવામાં સૌથી વધારે મદદ કરે છે. તેમાં ઓછા પ્રમાણમાં કાર્બ હોય છે અને તે એન્ટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. એક રીસર્ચ અનુસાર 100 સ્ટ્રોબેરીમાં માત્ર 8 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. 

તરબૂચ

તરબૂચમાં પણ કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તરબૂચમાં પણ સ્ટ્રોબેરી જેટલા જ પ્રમાણમાં કાર્બોહાઈડ્ર્ટ હોય છે. 

પીચ

વજન ઘટાડવામાં પીચ પણ મદદ કરે છે. 100 ગ્રામ પીચમાં 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. તેમાં કૈટેચિન્સ પણ હોય છે અને તેનું ગ્લાઈકેમિક ઈંડક્સ પણ ઓછો હોય છે. 

શક્કરટેટી

આ ફળ પણ વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે.

બ્લેકબેરી

બ્લેકબેરીમાં કોઈપણ વસ્તુ ઉમેર્યા વિના ખાવાથી લાભ કરે છે. 100 ગ્રામ બ્લેકબેરીમાં 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter