GSTV
Home » News » 3 વર્ષની બાળકીની આ બીમારી જોઈ તમારી આંખમાં આવશે આંસુ, પરિવારે માંગી સરકાર પાસે મદદ

3 વર્ષની બાળકીની આ બીમારી જોઈ તમારી આંખમાં આવશે આંસુ, પરિવારે માંગી સરકાર પાસે મદદ

ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે મધ્યમ પરીવારમા રહેતા ખારવા માછીમાર સમાજની દિકરી કિંજલ 3 વષઁની હતી ત્યારથી જ ન્યુરો ફાઇબ્રો નામની બીમારીથી પીડાઇ રહી છે અને ગળામાં બે કિલો જેવડી મોટી ગાંઠ લઇ અને કઠીનતાથી જીવન જીવી રહી છે.

ફોટામાં દેખાતી ફૂલ જેવી બાળકી ગીર સોમનાથના વેરાવળ ખાતે રહેતા મધ્યમવર્ગીય પરિવારની છે. માછીમારીના વ્યવસાય સાથે સંકાળાયેલા રામેશભાઈ ખોબારાની એકની એક પુત્રી કિંજલ એક ભયંકર રોગનો શિકાર બની છે. કિંજલના ગળામાં નાનપણથી ગળામાં ગાંઠ હતી. આ ગાંઠનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યુ ત્યારે તબીબોએ કેન્સરની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ત્રણ મહિના બાદ ફરીથી ગાંઠ થતા તબીબી રિપોર્ટમાં ન્યૂરો ફાઈબ્રો નામની બિમારી હોવાનું સામે આવ્યું હતું.

મુંબઈમા વધારે સારો ઈલાજ થશે તેમ માનીને પરિવારે ત્યાના મોટા ડોક્ટરો પાસે ઈન્જેક્શના એક વર્ષ સુધી મોંઘાદાટ ડોઝ આપ્યા પરંતુ ગાંઠ નાની થવાને બદલે વધુને વધુ મોટી થવા લાગી હતી. ત્યારબાદ કોઇ પણ ન્યુરો સર્જન કે તબીબો એ આ દીકરીની સારવાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને હાલ આ પરીવાર પોતાની જાતે જ ભગવાન પર ભરોસો રાખી અને સેવા કરી રહેલ છે.

વધુમાં આ દીકરીને ડ્રેસીંગ કરવા માટે પણ વેરાવળ ના કોઇ સ્થાનીક ડોકટરો તૈયાર નથી. પોતાના જીવથી વ્હાલી દીકરીની સારવાર અને તેની બીમારીથી બહાર નીકળવા માટે આ પરીવાર જંખી રહ્યુ છે અને સરકાર પાસે આ બીમારીની યોગ્ય સારવાર કરી શકે તેવા તબીબની માંગ કરી રહી છે.

READ ALSO

Related posts

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!