GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશનાં આ જિલ્લામાં જમીનની અંદરથી મળ્યુ 3000 ટન સોનું, જલ્દીથી શરૂ કરાશે કાઢવાનું કામ

Last Updated on February 20, 2020 by Karan

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ત્રણ હજાર ટન સોનું મળી આવ્યું છે. આ સોનું જમીનની નીચે દબાયેલું છે. રાજ્યના ખાણકામ વિભાગે સોનાની શોધ કરી છે. ટૂંક સમયમાં આ સોનું કાઢવાનું કામ શરૂ કરવામાં આવશે. ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (જીએસઆઈ) ની ટીમ છેલ્લા 15 વર્ષથી અહીં કાર્યરત છે. ટીમે આઠ વર્ષ પહેલા જમીનની અંદર સોનાની પુષ્ટિ કરી હતી. યુપી સરકારે હવે તેજી બતાવતા સોનાના વેચાણ માટે ઇ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ગામની ટેકરીઓ પાસે મળ્યો સોનાનો ભંડાર

જણાવી દઈએ કે વર્ષ 2005 થી જીએસઆઈની ટીમ સોનું શોધવાનું કામ કરી રહી હતી. ઉંડા અભ્યાસ બાદ ટીમે સોનભદ્રમાં સોનું હોવાની વાત કહી હતી અને વર્ષ 2012 માં તેની પુષ્ટિ કરી હતી. ટીમે કહ્યું હતું કે સોનભદ્રની પહાડીઓમાં સોનું હાજર છે. જી.એસ.આઈ. અનુસાર, હરદીક્ષેત્રમાં 646.15 કિલોગ્રામ સોનાનો ભંડાર છે, જ્યારે સોન પહાડીમાં 2943.25 ટન સોનાનો સંગ્રહ છે.

બે ગામોનું 22 ફેબ્રુઆરી સુધી થશે જીયો ટેગિંગ

યુપી સરકારે તેજી બતાવી ગોલ્ડ બ્લોકની ફાળવણી સંદર્ભે પ્રક્રિયા શરૂ કરી છે. જણાવી દઈએ કે સોનભદ્રના કોન ક્ષેત્રના હરદી ગામ અને મહુલી ક્ષેત્રના સોન પહાડીમાં સોનાનો મોટો ભંડાર મળવાની પુષ્ટિ થઈ છે. ઇ-ટેન્ડરિંગના માધ્યમથી બ્લોકની હરાજી માટે સરકારે સાત સભ્યોની ટીમ પણ બનાવી છે. આ ટીમ આખા ક્ષેત્રને જીઓ-ટેગિંગ કરશે અને 22 ફેબ્રુઆરી 2020 સુધીમાં ભૂ તત્વ અને ખાણકામ નિયામક, લખનઉને તેનો રિપોર્ટ સોંપશે.

સોનભદ્રમાં સોના સાથે મળ્યુ આ

સોનાની સાથે સોનભદ્રના ફુલવાર ક્ષેત્રમાં બે સ્થળો – સલૈયાડીહ ક્ષેત્રમાં એડાલુસાઇટ, પટવધ ક્ષેત્રમાં પોટાશ, ભરહારીમાં લોખંડ અને છાપિયા બ્લોકમાં સિલીમેનાઈટના ભંડારની શોધ કરવામાં આવી છે. જિલ્લા ખનિજ અધિકારી કે.કે. રાયએ જણાવ્યું હતું કે સોનભદ્ર જિલ્લામાં યુરેનિયમના ભંડારની પણ સંભાવના છે, જેના માટે કેન્દ્રીય અને અન્ય ટીમો શોધખોળમાં લાગી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ઘડપણ કરો સુરક્ષિત: સરકારની આ યોજનામાં દર મહિને મળશે 5000 રૂપિયા, જાણો કઈ રીતે ઉઠાવી શકાય છે તેના લાભ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!