GSTV
Gandhinagar Trending ગુજરાત

ચિંતાજનક/ ત્રીજી લહેરમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ એક્ટિવ કેસ

કોરોના

કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટીવ કેસે પ્રથમ અને બીજી લહેરના તમામ રેકોર્ડ તોડી દીધા છે ત્યારે હાલની સ્થિતિએ ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાના એક્ટીવ કેસ સૌથી વધુ છે. ગાંધીનગર કોર્પોરેશનના ચોપડે રવિવારે રાત સુધી કોરોનાના એક્ટીવ કેસ ૩,૧૨૪ છે. જે પૈકી ફક્ત ૧૪ દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે બાકીના તમામને હોમ આઇસોલેશનમાં જ રાખવામાં આવ્યા છે. એટલુ જ નહીં, હોસ્પિટલમાં દાખલ ૧૪ પૈકી એક પણ ને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા નથી.

કોરોના

ગાંધીનગર શહેરી વિસ્તારમાં ૩,૧૨૪ એક્ટીવ કેસ પૈકી ફક્ત ૧૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોરોનાના કેસે આ વખતે રેકોર્ડ ઉપર રેકોર્ડ તોડયો છે ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં મળીને એક દિવસના ૮૫૦ જેટલા દર્દીઓ પણ તાજેતરમાં નોંધાયા હતા જેમાં સૌથી વધુ કેસ ગાંધીનગર શહેરી વિસ્તારના જ હોય છે. પાટનગરમાંથી રોજના ૬૦૦થી વધુ કેસ મળી રહ્યા છે જેને પગલે ગાંધીનગર શહેરી વિસ્તારમાં એક્ટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીના સૌથી વધુ એક્ટીવ કેસ હાલ છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં હાલની સ્થિતિએ એટલે કે, રવિવાર રાતની સ્થિતિએ કુલ ૩,૧૨૪ એક્ટીવ કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત એવા ઘણા પોઝિટીવ દર્દીઓ છે જેમણે હજુ ટેસ્ટ કરાવ્યા નથી એટલુ જ નહીં, ઘણા દર્દીઓએ સેલ્ફ ટેસ્ટકીટ દ્વારા ઘરે જ ટેસ્ટ કરાવ્યા છે તેમની પણ આ કોર્પોરેશનની યાદીમાં નોંધ નથી.

કોરોના

સત્તાવારરીતે ત્રણ હજાર જેટલા એક્ટીવ કેસ છે જ્યારે બીનસત્તાવાર જોવા જઇએ તો પાંચ હજારથી પણ વધુ કેસ હાલ ગાંધીનગરમાં એક્ટીવ છે તેમ તબીબોનું માનવું છે.એક્ટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પણ આ વખતની ત્રીજી લહેરમાં સુખદ બાબત એ છે કે, પોઝિટીવ દર્દીઓ વધી રહ્યા છે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો રેટ ઓછો છે અને હોમઆઇસોલેશનમાં જ દર્દી ક્યોર થઇ જાય છે. ગાંધીનગરમાં શહેરી વિસ્તારમાં કુલ ૩,૧૨૪ એક્ટીવ કેસ છે જે પૈકી ફક્ત ૧૪ દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે બાકીના તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૧૪ પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી.એક દર્દીને બાઇપેપ પર રાખવામાં આવ્યો છે જ્યારે બે દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. અન્ય ૧૧ દર્દીઓ હોસ્પિટલમાં પણ સ્ટેબલ હોવાનો તંત્રનો દાવો છે.

Read Also

Related posts

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi
GSTV