GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જમ્મુ-કાશ્મીર: સિક્યોરિટી ફોર્સને મળી મોટી સફળતા, અનંતનાગમાં 3 આતંકીઓના ઢીમ ઢાળી દીધાં

આતંકી

અનંતનાગમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા જવાનો દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. અહીંના દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં સુરક્ષા જવાનો દ્વારા તપાસ અભિયાન શરૂ કરાયું હતું. જે દરમિયાન આતંકીઓએ સૈન્ય પર અચાનક જ ગોળીબાર કરી દીધો હતો. જેમાં ત્રણ આતંકીઓ સૃથળ પર જ માર્યા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ દોડા વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. જેને પગલે હવે સમગ્ર દોડા વિસ્તાર આતંકીઓથી મુક્ત કરી દેવામાં આવ્યો હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

રેપની ઘટનામાં સામેલ હતો આતંકી

અહીંના અનંતનાગમાં પોલીસ, 19 આરઆર, સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જે પણ આતંકીઓ માર્યા ગયા તેમાં એકનું નામ મસૂદ છે જે અનંતનાગમાં રેપની ઘટના સાથે પણ સામેલ હતો, જે બાદ તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાઇ ગયો હતો અને આતંકી હુમલાઓને અંજામ આપ્યા હતા.

દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન આતંકીઓ માર્યા ગયા તેમની પાસેથી મોટા પ્રમાણમાં હિથયારો અને બંદુકો જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી એકે-47 રાઇફલ પણ મળી આવી છે. આ સાથે જ દોડા વિસ્તારને આતંકીઓથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. હિઝબુલના આતંકીઓ મુખ્યત્વે અહી વધુ સક્રીય હતા, જેનો હવે ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.

Read Also

Related posts

જો પાયલટને પોતાના પક્ષમાં લેવામાં ભાજપ સફળ થશે તો રાજસ્થાનમાં સીધો જ 49 બેઠકોનો થશે ફાયદો

Harshad Patel

વહીવટી તંત્ર એક્શનમાં: શહેરમાં પાનનાં 376 ગલ્લાઓ કરાયા સીલ, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નિકળેલા 1.72 લાખ લોકો દંડાયા

pratik shah

કોરોના મામલે આવી મોટી ખુશખબર, ભારતમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!