GSTV

ટ્રમ્પને ઝટકો/ 3 રાજ્યોની કોર્ટે ફગાવી દીધા કેસ : વ્હાઈટ હાઉસ ખાલી કરવા સિવાય નથી છૂટકો

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકાના વિવિધ રાજ્યોની કોર્ટમાં પિટિશન કરી હતી. જોકે હવે એક પછી એક કોર્ટ દ્વારા આ પિટિશન ફગાવવામાં આવી રહી છે. ટ્રમ્પે આક્ષેપો તો કર્યા હતા પણ તેના પૂરાવા કોર્ટમાં રજૂ કરવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જેના કારણે કોર્ટમાં આ કે્સ ઝાઝુ ટકી શકે તેવી સ્થિતિમાં જ નથી. જાણકારોનું માનવુ છે કે, ચૂંટણી યોગ્ય રીતે જ યોજાઈ હતી અને જાન્યુઆરીમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને ચાર્જ લેતા ટ્રમ્પ રોકી નહીં શકે.

એક જ સપ્તાહમાં તેઓ ત્રણ અલગ અલગ રાજ્યોમાં પોતાના કેસ હારી ગયા

એક જ સપ્તાહમાં તેઓ ત્રણ અલગ અલગ રાજ્યોમાં પોતાના કેસ હારી ગયા છે અથવા તો કોર્ટે કેસ ફગાવી દીધા છે. એરિઝોનામાં જજે ચૂંટણીના પરિણામો જાહેર નહીં કરવાની ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની અપીલ ફગાવી દીધી છે. જ્યારે મિશિગનમાં ટ્રમ્પની ટીમે પોતાનો કેસ પાછો લઈ લીધો છે.

ટ્રમ્પને જાન્યુઆરીમાં સત્તા છોડવી પડશે તે નિશ્ચિત

જ્યોર્જિયા રાજ્યમાં પણ એક જજે ટ્રમ્પ તરફથી થયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવાની માંગણી સાથે અસમંતિ જાહેર કરી છે. જેના પગલે હવે ટ્રમ્પના કાનૂની દરવાજા પણ બંધ થઈ રહ્યા છે. આ સંજોગોમાં ટ્રમ્પને જાન્યુઆરીમાં સત્તા છોડવી પડશે તે નિશ્ચિત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં નહીં મળે મંદિરમાં પ્રવેશ, શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ

Pravin Makwana

અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે, અહંકારની ખુરશી પરથી ઉતરી ખેડૂતોને તેમનો અધિકાર આપો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!