GSTV

વાયૂસેનાની તાકાત થશે બમણી: રાફેલની વધુ એક ખેપ આવી પહોંચી ગુજરાતની ધરતી પર, હજારો કિમીનું અંતર કાપી જામનગર પહોંચ્યા 3 રાફેલ

ભારતીય વાયુસેનાની તાકાત દિવસેને દિવસે વધતી જાય છે. ગણતંત્ર દિવસ પર ભારતીય વાયૂસેનાના શૌર્યમાં ચાર ચાંદ લગાવનારા રાફેલનો ત્રીજા ઝખીરો ભારત આવી પહોંચ્યો છે. ભારતીય વાયૂસેનાની તાકાતમાં વધુ 3 રાફેલ વિમાન બુધવારે ભારત આવી પહોંચ્યા છે.

ભારતીય વાયૂસેનાએ આ અંગે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, બુધવારે રાતે 8.30 કલાકે ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને ત્રણ રાફેલ વિમાન જામનગરના એરબેઝ પર પહોંચ્યા છે. 7 હજાર કિમીનું અંતર કાપીનારા આ પાયલટ ભારતીય વાયૂસેનાના ઝાંબાજ છે. વાયુસેનાએ આ અંગે કહ્યુ હતું કે, વાયૂસેના દ્વારા આપવામાં આવેલા ટેંકર સમર્થનની ઉંડાણપૂર્વક સરાહના કરીએ છીએ. વિમાનને આજે ફ્રાન્સના Istres Air Base પહેલા એરબોર્ન મળ્યા હતા.

વાયુસેનાના વધુ ત્રણ વિમાન મળતા ભારતમાં હવે રાફેલ વિમાનની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. ઈંડિયન એરફોર્સે સપ્ટેમ્બર 2016માં 36 લડાયક વિમાન માટે ફ્રાન્સ સાથે 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ સાથે જ ભારતે 36 રાફેલ વિમાનમાંથી બીજા નંબરનો ઝખીરો નવેમ્બરમાં જામનગરમાં ઉતાર્યો હતો. ત્યાર બાદ અંબાલા પહોંચ્યા હતા. 5 રાફેલ વિમાનની પ્રથમ બેંન્ચ 29 જૂલાઈએ અંબાલા એરબેઝ પર ઉતાર્યા હતા.

વર્ષ 2021ના અંત સુધીમાં ભારતમાં રાફેલની આખી ખેપ પહોંચી જશે, જે અંતર્ગત ભારતને 36 રાફેલ વિમાન મળી જશે. રાફેલ એક સ્ક્વોડ્રન અંબાલામાં અને એક હસીમાડા એરબેઝ પર તૈનાત કરવાની સંભાવના છે.

READ ALSO

Related posts

LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ

pratik shah

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

pratik shah

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!