GSTV
Home » News » અમથું પાકને નક્ટું નથી કહેવાતું, જે સાંજે અભિનંદનને સોંપ્યો ત્યારે જ 9 મહિનાની બાળકીને ગોળી મારી પતાવી દીધી

અમથું પાકને નક્ટું નથી કહેવાતું, જે સાંજે અભિનંદનને સોંપ્યો ત્યારે જ 9 મહિનાની બાળકીને ગોળી મારી પતાવી દીધી

sizfire in pakistan

ભારતીય હવાઇ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને શુક્રવારે રાત્રે વાઘા બોર્ડર પર પાકિસ્તાને ભારતને સોપી દીધા. જો કે આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે એલ.ઓ.સી.નો તણાવ અવિરત રહ્યો છે. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

શુક્રવારે મોડી રાત્રે એક જ પરિવારના ત્રણ લોકો પર ફાયરીંગ કરવામાં આવ્યું અને એમાં બધા ત્રણે ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં 9-મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાની સૈનિકોએ મોટા પાયે ગોળીબાર કર્યો હતો. મોર્ટર્સ દ્વારા સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ભારતીય સુરક્ષા દળોએ પણ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ રુબાના કૌસર (24), તેમના પુત્ર ફજાન (5) અને 9 મહિનાની પુત્રી શબનમ તરીકે થઈ છે. જ્યારે રુબાનાના પતિ મોહમ્મદ યુનિસ અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અગાઉ પુંછ જિલ્લાના મનકોટ વિસ્તારમાં પાકિસ્તાને ફાયરીંગ કર્યું હતુ એમા નસીમ અખ્તર નામની એક મહિલા ઘાયલ થઈ હતી. આમ નાપાક પાક હજુ પોતાની હરકત ભૂલ્યું નથી.

READ ALSO

Related posts

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!