GSTV

BREAKING / જામનગરમાં કપ્પા વેરિયન્ટના નવા 3 કેસથી ખળભળાટ, સ્થાનિક તંત્રના સ્પષ્ટ ઇનકારથી ઊભા થયા અનેક સવાલ

Last Updated on July 24, 2021 by Dhruv Brahmbhatt

જામનગરમાં કપ્પા વેરિયન્ટના ત્રણ નવા કેસથી ખળભળાટ મચી ગયો છે. જૂના રિપોર્ટનું પુણે લેબમાં પરીક્ષણ કરાયું હતું. જો કે, અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક તંત્રનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના બુલેટિનમાં જામનગરના ત્રણ કપ્પા વેરિયન્ટ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો રિપોર્ટ અને સ્થાનિક તંત્રના નિવેદનો અહીં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, શું સ્થાનિક તંત્રને પોઝિટિવ કેસ અંગે કોઈ માહિતી જ મળતી નથી કે પછી રાજ્ય અને જિલ્લા તંત્ર સાથે સંકલનનો અભાવ છે?

કોરોના

કોરોનાના નવા કપ્પા વેરિએન્ટથી ગુજરાતમાં પ્રથમ મોત

કોરોનાના નવા કપ્પા વેરિએન્ટથી રાજ્યમાં પ્રથમ મોત થયું છે. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામના પુરુષનો રિપોર્ટ આવતા પહેલા જ મોત થયું છે. ગોધરાના અંતરિયાળ વિસ્તાર એવા અંદરના મુવાડા ગામે કપ્પા વેરિએન્ટનો કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ ગામના કોરોના સંક્રમિત વ્યક્તિનું પ્રથમ કોરોના રિપોર્ટ અને બાદમાં વેરિએન્ટની તપાસ માટેનું સેમ્પલ લેવાયું હતું.

કોરોના

22 દિવસ બાદ વેરિએન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

22 દિવસ બાદ વેરિએન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે રિપોર્ટ આવે તે પહેલા દર્દીનું મોત થયું અંદરના મુવાડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની અંતિમવિધિમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરી 22 વ્યક્તિઓ, ક્લોઝ કોન્ટેક્ટ સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના સેમ્પલ મેળવવામાં આવ્યાં. 22 લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયાં છે. કપ્પા વેરિએન્ટથી સંક્રમિત દર્દીને ડાયાબિટીસ તેમજ ગેંગરીનની પણ બિમારી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યાં હતાં. ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિએન્ટના ત્રણ કેસ મળી આવ્યાં હતાં.

કોરોના

બે સેમ્પલમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો છે

જણાવી દઇએ કે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!