GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આ છે 3 સૌથી સસ્તી BS6 CNG કાર, કિંમત પણ છે તમારા ખિસ્સાને પરવડે તેવી

cng

જો તમે BS6 CNG કાર ખરીદવા ઇચ્છતા હોવ પરંતુ બજેટ ખૂબ વધુ ન હોય તો ચિંતા ન કરો. માર્કેટમાં 5.40 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં પણ BS6 CNG કારો ઉપલબ્ધ છે. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ 5.32 લાખ રૂપિયા સુધીની એક્સ શૉરૂમ રેન્જમાં પોતાની 3 કારોના BS6 CNG વેરિએન્ટ ઉપલબ્ધ કરાવ્યા છે. આ 3 મોડલ Alto, WagonR અને એસ્પ્રેસો છે.

Alto

BS6 અલ્ટો CNGની એક્સ શૉરૂમ પ્રાઇસ દિલ્હીમાં 4,32,700 રૂપિયાથી લઇને 4,36,000 રૂપિયા સુધી છે. અલ્ટોનું 796cc, 12 વૉલ્વ, 3 સિલિન્ડર એન્જિન CNG વેરિએન્ટમાં 30.1​ KW પાવર અને 60 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. Alto CNGની માઇલેજ 31.59km/kg છે. Altoમાં ડ્યુઅલ એરબેગ,ડ્રાઇવર તથા કોડ્રાઇવર માટે સીટ બેલ્ટ રિમાંઇડર, ABS+EBD, રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, ઇમોબિલાઇઝર, રિયર ડોર ચાઇલ્ડ લૉક જેવા સેફ્ટી ફિચર્સ છે.

S-Presso

BS6 એસ્પ્રેસો CNGની એક્સ શૉરૂમ દિલ્હી કિંમત 4,84,000 રૂપિયાથી લઇને 5,13,500 રૂપિયા સુધી છે. CNG BS6 S-Presso માં 1.0-L  એન્જિન છે. તેમાં 31.2 km/kgની માઇલેજનો દાવો કરવામાં આવ્યો છે. CNG S-Presso ની ટેન્ક કેપેસિટી 55 લીટર છે. એન્જિન 58bhp પાવર અને 70Nmનો ટોર્ક જનરેટ કરે છે. સાથે જ 5 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. કારમાં ડ્યુઅલ એરબેગ, ABS સાથે EBD, ડ્રાઇવર તથા કો-ડ્રાઇવર માટે બઝર સાથે સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સેંસર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, પેડસ્ટ્રેન પ્રોટેક્શન,ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ પ્રૂફ રિયર ડોર લૉક, ફોર્સ લિમિટર સાથે સીટ બેલ્ટ પ્રીટેંશનર્સ જેવા સેફ્ટી ફિચર્સ ફોર્સ લિમિટર સાથે સીટ બેલ્ટ પ્રીટેંશનર્સ જેવા સેફ્ટી ફિચર્સ છે.   

WagonR

વેગનઆરના CNG BS6 વેરિએન્ટની એક્સ શૉરૂમ પ્રાઇસ દિલ્હીમાં 5.25 લાખ રૂપિયાથી લઇને 5,32,000 રૂપિયા સુધી છે. કારમાં 1.0 લીટર, 3 સિલિન્ડર K-series એન્જિન છે. તે CNG વર્ઝનમાં 58hp પાવર અને 78Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારમાં મેનુઅલ ટ્રાન્સમિશન છે. CNG WagonR ની માઇલેજ 32.52km/kg છે. વેગનઆરમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, EBD સાથે ABS, ડ્રાઇવર તથા ફ્રન્ટ સીટ પેસેન્જર માટે બઝરની સાથે સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેંસર્સ, સેન્ટ્રલ લૉકિંગ, ચાઇલ્ડ પ્રૂફ રિયર ડોર લૉક સેફ્ટી ફિચર્સ છે.

Read Also

Related posts

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

Pravin Makwana

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!