GSTV

Big Breaking / ભારતને મળ્યાં વધુ 3 રફાલ, વાયુસેના થઈ વધુ મજબૂત : ચીન-પાકિસ્તાન સખણા રહે

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ચીન સાથે ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ વચ્ચે ભારતીય વાયુ સેના વધુ મજબૂત થઈ છે. ત્રણ રફાલ વિમાન બુધવારે ફ્રાન્સછી જામનગર પહોંચી ગયા છે. આ ત્રણેય વિમાનોના આવવાથી ભારત પાસે રાફેલ જેટની સંખ્યા 29 થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે ભારતે 2016માં ફ્રાન્સ પાસેથી 60,000 કરોડ રૂપિયામાં 36 રફાલ વિમાનોની ખરીદી માટે કરાર કર્યા હતા.

આગામી દિવસોમાં આ રફાલ વિમાનો હાશિમારા અને અંબાલાના હવાઈ મથકે ગોઠવાશે. હવે ભારતે સાત જ વિમાનો મેળવવાના બાકી છે. આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં એ પણ મળી જાય એવી શક્યતા છે. ફ્રાન્સથી રવાના થયેલા રફાલને મિડલ-ઈસ્ટમાં ભારતના મિત્ર દેશ પાસેથી હવામાં જ બળતણ (મિડ-એર રિફ્યુલિંગ) મળ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વીઆર ચોધરીના વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી ફ્રાન્સથી આવતા રફાલ વિમાનની પહેલી બેચ મળી છે. આગામી ત્રણ વિમાન (રાફેલ લડાકુ જેટ) 26 જાન્યુઆરી સુધીમાં ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં જોડાશે.

રફાલ ફાઈટર વિમાનોમાં લેટેસ્ટ ટેકનોલોજીનું વિમાન છે. એક જ સ્થળે ઉભા રહીને આસપાસના ૧,૮૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રફાલ તેનાં ડઝનબંધ શસ્ત્રો વડે પ્રહાર કરી શકે છે. અન્ય વિમાનોની સરખામણીમાં રફાલની પ્રહાર ક્ષમતા એટલે કે કોમ્બેક્ટ રિડયુસ સૌથી વધારે છે. ઝડપ ૨૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને એક વખતમાં સાડા નવ ટન જેટલા શસ્ત્રો લઈ જઈ શકે છે. રફાલમાં સ્પેક્ટ્રા નામની વિશેષ ટેકનોલોજી છે.

દુશ્મનના રેડારને કન્ફ્યુઝ કરવા માટે સ્પેક્ટ્રા સામેના રેડાર જેવા જ મોંજા રવાના કરે છે. પરિણામે રફાલની હાજરી પારખવાનું કામ કરતું રડાર પોતે જ ગૂંચવાઈ જાય છે. રફાલ હૂમલો કરવા આવી રહ્યું છે એવી દુશ્મનોને ખબર પડે ત્યાં સુધીમાં મોડુ થઈ ચૂક્યુ હોય છે. આમેય ખરાખરીના ખેલ વખતે ગણતરીની સેકન્ડોમાં જ હાર જીતનો ફેંસલો થવાનો હોય. એવે વખતે રફાલની આ ટેકનિક બહુ કામ લાગે એવી છે.

Read Also

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!