GSTV

ભાવનગરમાં વધુ 3 દર્દીએ કોરોનાને મ્હાત આપી, અત્યાર સુધીમાં કુલ 90 વ્યક્તિ સાજા થયા

Last Updated on May 24, 2020 by Ankita Trada

ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ ૩ દર્દીઓ સાજા થતા આજે શનિવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જયારે કેટલાક વ્યકિતઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. છેલ્લા ચાર દિવસથી એકપણ કોરોનાનો કેસ નહી નોંધાતા રાહત મળી છે. જિલ્લામાં આજે શનિવારે કોરોનાના ત્રણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ગત તા.૬ મે ના રોજ પાલીતાણા ખાતે રહેતા ૬૫ વર્ષીય ચંદુભાઈ નરોત્તમભાઈ સોરઠિયા, તા.૧૨ મે ના રોજ ભાવનગરના કણબીવાડ ખાતે રહેતા ૨૭ વર્ષીય સમાબેન મહોમદરઝા નાયાણી અને તા.૧૩ મે ના રોજ જેસરના ઉગલવાણ ગામ ખાતે રહેતા ૨૩ વર્ષીય લાલજીભાઈ ઘનશ્યામભાઈ નકુમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતાં.

આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા અપાઈ

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદશકા પ્રમાણે આ દર્દીનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદશકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આજે 107વ્યકિતના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. 120 વ્યકિત સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન છે અને 56,940 લોકો હોમ ક્વોરન્ટીન છે. જ્યારે 22,372 વ્યકિતને 14 દિવસના હોમ ક્વોરન્ટીન પૂર્ણ થતા તેઓને મુક્ત કરવામાં આવ્યા છે.

એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી

ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાથી રજા મેળવનાર દર્દીને છેલ્લા ૩ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા 10 કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ દર્દીને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં કોરોનાના નોંધાયેલા ૧૧૨ કેસ પૈકી હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

આજે તેઓ પોતાના ઘરે ગયા હતા

આજે જે ત્રણ દર્દીઓ ને રજા આપવામાં આવી રહી છે તેમાંથી ચંદુભાઈ સોરઠીયાને સારવાર દરમિયાન વેન્ટિલેટર પર મૂકવામા આવેલ હતા, જેમાંથી બહાર નીકળી સંપૂર્ણ સાજા થઈ આજે તેઓ પોતાના ઘરે ગયા હતા, જે જિલ્લા આરોગ્ય સેવા અંગે ગર્વની બાબત છે અને આ માટે સર ટી. હોસ્પિટલની એનેસ્થેસિયા ટીમ અને મેડીસીન વિભાગની ટીમને બિરદાવી જ રહી.

READ ALSO

Related posts

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!