GSTV

સરકારે એક જ સાથે મોકલી દીધુ 3 મહિનાનું પેન્શન, 87 લાખ પેન્શનર્સને આપી સૌથી મોટી ભેટ

પેન્શન

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સરકારી પેન્શન મેળવનારને મોટી ભેટ આપી છે. યુપી સરકારે 86 લાખથી વધુ પેન્શનધારકોના (Pension holders get 3 month Pension) ખાતામાં 3 મહિનાનું પેન્શન એક સાથે મોકલ્યું છે. યોગી સરકારે જણાવ્યા અનુસાર આ લોકોમાં સીનિયર સિટીઝન, દિવ્યાંગ લોકો અને કુષ્ઠાવસ્થા પેન્શનના 86,95,027 લાભાર્થી સામેલ છે. તેમના ખાતામાં પેન્શનના ત્રણ મહિનાના હપ્તા માટે 1311.05 કરોડ રૂપિયા ઓનલાઈન મોકલવામાં આવ્યા છે.

આ પેન્શનધારકોના ખાતામાં મોકલ્યા 1500 રૂપિયા

એક રિપોર્ટ અનુસાર બુધવારે સરકારે 49,87,054 સીનિયર સિટીઝનને 748.06 કરોડ રૂપિયા મોકલ્યા છે. જ્યારે દિવ્યાંગજન પેન્શનના 10,90,436 લાખ લાભાર્થીઓને 163.57 કરોડ અને 26,06213 નિરાધાર મહિલાઓને 390.93 કરોડ, કુષ્ઠાવસ્થા પેન્શન યોદનાના 11,324  લાભાર્થીઓને 8.49 કરોડ ત્રણ મહિના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું પેન્શન આપવામાં આવ્યું છે. દર બેનિફિશિયરી ખાતામાં 1500-1500 રૂપિયા મોકલવામાં આવ્યા છે.

પેન્શન

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો ભાગ છે આ પેન્શન

તમને જણાવી દઈએ કે સરકાર આ રકમ એ લોકોને પોતાના ભોજન માટે આપે છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો ભાગ છે. યોગીએ જણાવ્યું કે આપણે PMનો આભાર માનવો જોઈએ જેમના કારણે આજે દરેકના બેન્કના ખાતામાં સીધા રકમ પહોંચી રહી છે અને મોટી સંખ્યામાં લાભાર્થી સરકારની યોજનાઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

પેન્શન

સીએમએ કહ્યું કે એપ્રિલ 2020થી એક મહિનામાં બે વખત લાભાર્થીઓને રાશન આપવામાં આવી રહ્યું છે. ગ્રામ પ્રધાનો અને સ્થાનિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તે આયુષ્માન અથવા મુખ્યમંત્રી સાથે જોડાયેલા હોવા પર ગરીબોને ચિકિત્સા માટે 1,000 રૂપિયા આપે. સાથે જ ગ્રામ પ્રધાનો અથવા સ્થાનીક સંસ્થા કોષમાંથી નિરાધાર વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે 5,000 રૂપિયાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટોને આદેશ આપ્યો છે.

Read Also

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!