GSTV
Home » News » મકાનનું લાઈટ બિલ 3 લાખ રૂપિયા આવતા મહિલા બેભાન થઈ ગઈ !

મકાનનું લાઈટ બિલ 3 લાખ રૂપિયા આવતા મહિલા બેભાન થઈ ગઈ !

ઇન્દોરમાં એક રૂમના ઘરમાં રહેતી એક મહિલાને વીજ વપરાશનું એક માસનું બીલ ત્રણ લાખ આવતા બેભાન બની ગઇ હતી. તેણે કલ્પના પણ કરી ન હતી કે તેના એક જ રૂમના ઘરનું બીલ ૪૦૦થી પ૦૦ ગણું વધીને રૂ.૩ લાખ આવશે. મળતી માહિતી મુજબ ઇન્દોરના ખજરાનાની ઇલીયાસ કોલોનીમાં શફીક અહમદ કુરેશી પોતાની પત્ની બિલકીસ સાથે એક રૂમના ઘરમાં રહે છે.

રસોડા અને એક જ રૂમના તેના ઘરમાં ત્રણ બલ્બ અને બે પંખા એક ફિઝ, એક કૂલર અને ટીવી છે. એમાં પણ લાઇટનો વપરાશ તો રાત્રીના સમયે જ કરવામાં આવે છે.ગત માસે જ તેના ઘરમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે. આ પહેલા તેના ઘરનું વીજળી બીલ રૃ.૪૦૦ થી પ૦૦ જેટલું  આવતું હતું. બાદમાં તેના ઘરનું બીલ અચાનક રૂ.૩,૪૦ર૦૦ આવ્યું અને તે જોઇ દંપતીની તબિયત બગડી ગઇ અને ડોકટર પાસે લઇ જવાયા જેમાં બંને રાત્રીનું ભોજન પણ લઇ શકયા ન હતા.

શફીકે જણાવ્યું કે તેની આવકનું કોઇ સાધન નથી.થોડા સમય  પહેલા જ તે ફેકટરીમાંથી નિવૃત થયો છે. ઘરનું આટલું મોટું વીજ વપરાશનું બીલ આવતા તે બીલને લઇ ખજરાના ઝોન ખાતે ફરિયાદ કરવા ગયો તો તેને કર્મચારીએ કામમાં છીએ તેમ કહી તેને ભગાડી મુકયો હતો. ત્યાર બાદ તેણે એકઝીકયુટી એન્જીનીયર રાકેશ શાહને ફરિયાદ કરી તો તે પણ વીજ બીલ જોઇ હેરાન થઇ ગયા. તેમણે કહયું કે પ્રિન્ટીગ ભૂલના કારણે આવું બની શકે છે. જો કે આ મામલાની હાલ તપાસ થઇ રહી છે પણ અત્યારે તો આ દંપતીની ઉંઘ ઉડી ગઇ છે.

READ ALSO

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!