GSTV
ગુજરાત

ગુજરાતમાં ખેડૂતોની દિવાળી બગડી, અહીં 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક બગડ્યો

આ વર્ષે ડાંગરના પાકને માફકસર વરસાદ આવ્યા બાદ જયારે ડાંગરના પાકનો ઉતારો લેવાની શરૃઆત થઇ છે. ત્યારે જ બગાડીયો વરસાદ શરૃ થતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે 3 લાખ એકર જમીનમાં ઉભા ડાંગરના પાકને નુકસાન થવાની ભીંતી વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ઉત્પાદન ધટવાની સાથે કવોલીટી બગડવતા ખેડુતોને કરોડો રૃપિયાનો ફટકો પડશે.

ડાંગરના પાકમાં નુકશાન

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અંદાજે ૩ લાખ એકર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. ડાંગરના પાકને માફક આવે તેવો વરસાદ ઝીંકાતા ખેડુતો ખુશ હતા કે આ વર્ષે ડાંગરનો ઉતારો સારો આવશે. પરંતુ લો પ્રેશર સિસ્ટમના કારણે બગાડીયો વરસાદ ઝીંકાતા ખેડુતો દુઃખી થઇ ગયા છે. કેમકે હાલમાં ચોમાસાની ઋતુ સંપન્ન થવાની સાથે જ ખેડુતો ખેતરોમાંથી ડાંગરના પાકનો ઉતારો શરૃ કરી દીધો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરનો પાક જમીનદોસ્ત થતા નુકસાનીની શરૃઆત થઇ જતા જગતનો તાત દુઃખી થઇ ગયો છે.

ડાંગરના પાકનું ઉત્પાદન અને ક્વોલીટી બગડશે

દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ (દેલાડ)ના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં કયાંક ને કયાંક વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ચોમાસાની ઋતુમાં લેવાતા ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીંતી છે. ડાંગરનો પાક નમી જતા ઉત્પાદન ઓછુ આવવાની સાથે ડાંગરના પાકની કવોલીટી પણ બગડશે. જેના કારણે ખેડુતોને કરોડો રૃપિયાનું નુકસાન વેઠવુ પડે તેમ છે. જો વરસાદ ચાલુ જ રહેશે તો નુકસાન વધી શકે તેમ છે. આથી જે જે ખેડુતોને નુકસાન થયુ છે.તેનો સર્વે કરાવીને ખેડુતોને વળતર ચૂકવવા માટે અમો રજુઆત કરીશું.

Read Also

Related posts

ખેડૂતના ઠંડીથી મોત / ‘આપ’ના પ્રમુખ ઇસુદાને સૂર્યોદય યોજનાને લઈને સરકાર પર પ્રહાર, ભાજપે આ યોજના થકી ખેડૂતોને ભરમાવ્યા

Hardik Hingu

કાતિલ ઠંડીમાં જીવ ગુમાવ્યો / અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળ્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું, ખેડૂતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ

Hardik Hingu

અમદાવાદ / હવે ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ ઉપરના શાકમાર્કેટ હટાવાશે, વૈકલ્પિક જગ્યા આપવા કમિશનરને સુચના

Hardik Hingu
GSTV