GSTV

CAA ને લઈ દિલ્હીમાં મહાતાંડવ, હેડ કોન્સ્ટેબલ સહિત 3 ના મોત

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને આજે ફરી હિંસા ભડકી ઊઠી હતી. જેમાં CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થકો આમને સામને આવી ગયા હતા. સોમવારે દિલ્હીના મૌજપુરમાં બંને તરફથી ખૂબ જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના દરમિયાન 1 હેડ કોન્સ્ટેબલ અને 2 નાગરિકોનાં મોત થયા છે. જેમાં ત્રીજા મૃતકનું નામ શાહિદ હોવાની ઓળખ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીના તંગ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ટીયર ગેસ છોડાયા

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે. સોમવારે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા.

એક હેડ કોન્સ્ટેબલનું મોત

હાલમાં જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ભજનપુરા, અને કરાવલનગરમાં તણાવનો માહોલ સર્જાયો છે. મૌજપુરની હિંસામાં 37 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, શાહદરાના ડીસીપી અમિત શર્માને ગંભીર ઈજા પહોંચી છે જેથી તેમને સીટી સ્કેન માટે લઇ જવામાં આવ્યા છે. એક ACP ગોકુલપુરીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર

ગૃહમંત્રાલયના સૂત્રો મુજબ હાલમાં હાલત કાબૂમાં છે, પરંતુ આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. હાલમાં સીનિયર અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને ગૃહમંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે. જો કે, દિલ્હીના પોલીસ કમિશ્નર હાલમાં પોલીસ કંટ્રોલરૂમાં છે, જેઓ ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પાસેથી સતત વિગતો લઇ રહ્યા છે. સીપી ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકત કરી શકે છે. ઉલ્લેખનય છે કે, જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ષડયંત્રપૂર્વક હુમલાઓ થયા છે.

80 ટકા દુકાનોમાં તોડફોડ કરાઈ

સાથે જ મુસ્તફાબાદમાં નેહરૂ વિહારમાં આમ આદમી પાર્ટીના નગરસેવક મોહમ્મદ તાહિર હુસેનના ઘરમાં ભીડે ભારે તોડફોડ કરી છે. મૌજપુરના મુખ્ય માર્કેટમાં પણ પ્રદર્શનકારીઓએ દુકાનોમાં તોડફોડ કરી છે. લગભગ 80 ટકા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે.

અર્ધલશ્કરી દળ તૈનાત

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી. જ્યારે કે ભજનપુરામાં એક પેટ્રોલ પમ્પને પણ આગ લગાવાવમાં આવી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવી દેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah

Corona સંકટ: બોલીવુડનો સૌથી મોટો વિલન આવ્યો મદદે,મેડિકલ સ્ટાફની માટે ખોલ્યા પોતાની આલિશાન હોટલના દરવાજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!