GSTV

રાજકોટના રૈયા ગામે ખાડાના પાણીમાં ડૂબી જતાં 3નાં મોત

Last Updated on August 12, 2019 by

રાજકોટના રૈયા ગામે ખાડાના પાણીમાં 3 બાળકોના ડૂબી જતાં મોત થવાના મામલે બિલ્ડિર અને કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ થયો છે..સવન બાંધકામ સાઈટ પર બિલ્ડિંગ બનાવવા માટે પાયા ખોદવામાં આવી રહ્યા હતા. ત્યારે મોટા ખાડામાં ન્હાવા પડેલા બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

નહાવા માટે ગયેલા બાળકો 24 કલાક બાદ પણ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. મૃત્યુ પામેલા ત્રણ બાળકો પૈકી બે બાળકો તેમના મામાના ઘરે રજા માણવા આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે બંને ભાણેજ દશામાના જાગરણ માટે માતા સાથે ઢાંઢણી ગામથી મામાના ઘરે આવ્યા હતા.

જે રીતે બાંધકામ સાઇટ પર પાણી ભરાતા કિશોરો ડૂબ્યાની ઘટના સામે આવી છે જે બાબતમાં બેદરકારી બિલ્ડરની કે પછી તંત્રની તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. અને આખરે ફરિયાદ દાખલ થઈ છે.

Read Also

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!