GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: મસૂદ અઝહરના સંબંધી ટૉપ જૈશ કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

આતંકી

જમ્મૂ કશ્મીરમાં આતંકીઓની સામે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે.પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓએ ઠાર કર્યા છે. આતંકીઓ કંગન ગામમાં છુપાયા હતા અને સુરક્ષાદળોને આ વિશે માહિતી મળતા તેમણે ઓપરેશન હાથ ધરીને તેમનું એન્કાઉન્ટર કર્યું હતું. એન્કાઉન્ટર થયા બાદ પુલવામામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

અથડામણ

જમ્મુ-કાશ્મીરના આઈજી વિજય કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી અબ્દુલ રહેમાન ઉર્ફે ફૌજી ભાઈ માર્યો ગયો છે. તે પાકિસ્તાનના મુલતાનનો રહેવાસી હતો.

તેમણે વધુમાં કહ્યું કે, અબ્દુલ રહેમાન 2017 થી કાશ્મીરમાં સક્રિય હતો. તે 2019 ના એન્કાઉન્ટરથી છટકી ગયો હતો. આ સૌથી મોટી સફળતા છે. રિયાઝ નાઈકુ પછી, આ એક મોટી સફળતા છે. વધુ બે આતંકવાદીઓની ઓળખ થઈ નથી. તેઓ સ્થાનિક આતંકવાદી હોઈ શકે છે. ડીએનએ ટેસ્ટ દ્વારા આતંકીઓની ઓળખ કરવામાં આવશે.

ઉરી

મહત્વનું છે કે આ પહેલા પણ સેના દ્વારા ગઈકાલે ત્રાસમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જે વખતે સેનાએ આતંકીઓને કહ્યું હતું કે તેઓ તેમના હથિયાર મુકીને આત્મસમર્પણ કરે. પરંતુ આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું..જેથી સેના દ્વારા એન્કાઉન્ટર કરીને તેમને ઠાર કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!