GSTV
Gujarat Government Advertisement

જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓમાં ભારતની ફક્ત 3 સંસ્થા, ટોપ ટેનમાં આપણી એકેય યુનિવર્સિટીને ન મળ્યું સ્થાન

Last Updated on June 11, 2021 by Pravin Makwana

ભારતમાં ભવ્ય બિલ્ડિંગ ધરાવતી અને મોંઘી ફી ઉઘરાવતી અનેક શિક્ષણ સંસ્થાઓ છે, પણ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપતી હોય એવી સંસ્થાઓનો તૂટો છે. એટલે જ યુનિવસટીઓના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો દેખાવ વધુ એક વખત કંગાળ જોવા મળ્યો છે.

લંડન સ્થિત ક્વાકેરલી સાયમન્ડ્સ દર વર્ષે ટોચની 200 યુનિવસટીઓનું લિસ્ટ બહાર પાડે છે. 2022 માટે બહાર પાડેલા લેટેસ્ટ લિસ્ટમાં ભારતની 3 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. લિસ્ટમાં આઈઆઈટી બોમ્બે 177મા ક્રમે, આઈઆઈટી દિલ્હી 185મા ક્રમે અને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગાલુરૂ 186મા ક્રમે છે.

આખા જગતના લિસ્ટમાં અમેરિકાની જગવ્યાત સંસ્થા મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) છે.  આખુ લિસ્ટ તો 1300 યુનિવસટીનું છે. તેમાં 255મા ક્રમે આઈઆઈટી મદ્રાસ, 277મા ક્રમે આઈઆઈટી કાનપુર, 280મા ક્રમે આઈઆઈટી ખડગપુર, 395મા ક્રમે આઈઆઈટી ગુહાવટી, 400મા ક્રમે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી-રૂરકીનો પણ સમાવેશ થયો છે.

અમદાવાદમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટને આ લિસ્ટમાં ક્યાંય સ્થાન મળ્યું નથી.  1300ના લિસ્ટમાં તો ભારતની ઘણી સંસ્થાઓ છે, પરંતુ એક સમયની બહુ ગાજેલી આઈઆઈએમ-અમદાવાદ ક્યાંય નથી.

જનરલ લિસ્ટ ઉપરાંત વિવિધ કેટેગરી પ્રમાણે પણ લિસ્ટ તૈયાર થાય છે.  સાઈટેશન પર ફેકલ્ટી (સીપીઆર)માં 100માંથી 100 માર્ક બેગાલુરૂની ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સને મળ્યા છે. આ સમાવેશ બદલ વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી જાવડેકર સહિતનાએ અભિનંદન આપ્યા હતા. લિસ્ટમાં એકલા અમેરિકાની જ 177 યુનિવસટીઓ સ્થાન પામી છે.

જ્યારે ઇંગ્લેન્ડની 90 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. તેની સામે 1300ના લિસ્ટમાં ભારતની 35 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ભારતમાંથી ઉપરોક્ત સંસ્થાઓ ઉપરાંત દિલ્હી યુનિવસટી, જવાહરલાલ નહેરૂ યુનિવસટી (જેએનયુ), જામીયા મિલિયા ઈસ્લામિયા, અલિગઢ મુસ્લીમ યુનિવસટી વગેરે સહિતની સંસ્થાઓને સ્થાન મળ્યું છે.

આ લિસ્ટની તમામ 1300 યુનિવસટીઓ વિશ્વના વિવિધ 97 લોકેશન પર ફેલાયેલી છે. સર્વે તૈયાર કરતી વખતે સૌથી પહેલા 13000 સંસ્થાઓની યાદી બનાવાઈ હતી. તેમાંથી 6415 ઈન્સ્ટિટયૂટ બીજા રાઉન્ડમાં પહોંચી હતી અને તેમાંથી 1300નું ફાઈનલ લિસ્ટ તૈયાર થયું હતું. લિસ્ટ તૈયાર કરવામા સંસ્થાના શિક્ષણની ગુણવત્તા ઉપરાંત તેના દ્વારા રજૂ થતા રિસર્ચ પેપર સહિતના માપદંડો ધ્યાનમાં લેવાયા હતા. 

જગતની ટોપ-10 સર્વોત્તમ યુનિવર્સિટી

1 મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (અમેરિકા)

2 યુનિવસટી ઓફ ઓક્સફર્ડ (ઇંગ્લેન્ડ)

3 સ્ટેનફોર્ડ યુનિવસટી (અમેરિકા)

4 યુનિવસટી ઓફ કેમ્બ્રિજ (ઇંગ્લેન્ડ)

5 હાવર્ડ યુનિવસટી (અમેરિકા)

6 કેલિફોનયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (અમેરિકા)

7 ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન (ઇંગ્લેન્ડ)

8 સ્વિસ ફેડરલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (સ્વિત્ઝરલેન્ડ)

9 યુસીએલ (લંડન)

10 યુનિવસટી ઓફ શિકાગો (અમેરિકા)

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!