GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ભારતના આ ત્રણ દિગ્ગજ બેટ્સમેન કરી શકે છે વર્ષ 2018માં 1000 રન પૂર્ણ

ભારત અને વિન્ડીઝ વચ્ચે વન-ડે ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે, શ્રેણીની બધી મેચ ડે-નાઈટ હશે. બંને ટીમોમાં પાંચ વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમના ત્રણ આક્રમક બેટ્સમેન એવા છે, જે વર્ષ 2018માં પોતાની કારકિર્દીના 1000 રન પૂર્ણ કરી શકે છે.

વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ 2018 ખૂબ જ સારું રહ્યું છે. કોહલીએ ચાલુ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જેના કારણે તેઓ વિશ્વના નંબર વન બેટ્સમેન બન્યા છે. કોહલી વન-ડે ક્રિકેટમાં 10,000 રન બનાવવાથી ફક્ત 221 રન દૂર છે અને તેમના પ્રદર્શનને જોઈને લાગે છે કે તેઓ વિન્ડીઝની સામે આ રન પૂર્ણ કરી લેશે. વન-ડે ક્રિકેટમાં 10,000 રન બનાવવા સિવાય કોહલી વિન્ડિઝ સામે વન-ડે શ્રેણીમાં વર્ષ 2018માં 1000 રન પણ પૂર્ણ કરી શકે છે કોહલીએ અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં વર્ષ 2018માં નવ ઈનિંગમાં 125ની સરેરાશથી 750 રન બનાવ્યા છે. કોહલીએ પોતાના 11 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમ્યાન પાંચ વખત વન-ડે ક્રિકેટમાં એક કેલેન્ડર ઈયરમાં 1000થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય વિરાટ કોહલીએ વર્ષ 2010માં 995 રન બનાવ્યાં હતાં.

રોહિત શર્મા

હીટમેનના હુલામણના નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા પણ પોતાની કારકિર્દીના સૌથી સારા ફોર્મમાં છે અને તેમણે હાલમાં જ એશિયા કપમાં શાનદાર કેપ્ટનશિપનો નમૂનો રજૂ કર્યો હતો અને પોતાની કેપ્ટનશિપ દરમ્યાન આક્રમક બેટિંગ કરી હતી. એશિયા કપમાં રોહિત શર્માએ 23, 52, 83, 11 અને 48 રનની સારી ઈનિંગ રમી હતી. રોહિત માટે વર્ષ 2017 ઘણું સારું રહ્યું હતું, રોહિત શર્માએ વર્ષ 2017માં 21 વન-ડે ઈનિંગમાં 72ની સરેરાશથી 1293 રન બનાવ્યા હતાં. ગયા વર્ષના પ્રદર્શનનું પુનરાવર્તન કરીને ચાલુ વર્ષે અત્યાર સુધી રોહિત શર્માએ 14 વન-ડે મેચોમાં 58ની સરેરાશથી 641 રન બનાવ્યા છે. વિન્ડીઝ સામે જો રોહિત પોતાના આ પ્રદર્શનને યથાવત રાખીને પાંચ મેચોમાં 359 રન બનાવ્યા હોત તો વર્ષ 2018માં ફરી એક વખત તે 1000નો આંકડો પાર કરી શક્યા હોત.

શિખર ધવન

ગબ્બરના નામથી પ્રખ્યાત ભારતીય ટીમના સલામી બેટ્સમેન શિખર ધવને વર્ષ 2018માં ક્રિકેટમાં 14 ઈનિંગમાં બેટિંગ કરીને 785 રન બનાવ્યા છે. વિન્ડીઝ સામે પોતાના આ પ્રદર્શનને જાળવી રાખી શિખર ધવન 2018માં 1000 રન પૂર્ણ કરી શકે છે.

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!