જામનગર એરફોર્સના કુક ગિરજા રાવતની 1995માં થયેલી હત્યા મામલે સ્પેશિયલ જજ, સીબીઆઈ કોર્ટ અમદાવાદએ ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને આજીવનકેદની સજાનો હુકમ કર્યો છે. દોષી અધિકારીઓમાં તત્કાલીન સ્ક્વોડ્રન લીડર અનૂપ સૂદ અને વાયુસેનાના તત્કાલીન સાર્જન્ટ અનિલ કે.એન. તેમજ મહેન્દ્ર સિંહ શેરાવતનો સમાવેશ થાય છે.

બનાવની વિગત મુજબ જામનગર એરફોર્સમાં ગિરજા રાવત એરફોર્સ-1, જામનગરમાં લગભગ 15 વર્ષથી કુક તરીકે DSC મેસમાં કામ કરતા હતા. જે મુજબ ગત તા. 13-11-1995ના રોજ તત્કાલિન સ્ક્વોડ્રન લીડર અનૂપ સૂદ સહિત એરફોર્સના 10થી 12 પોલીસ અધિકારીઓએ ગિરજા રાવતના ઘરે તપાસ હાથ ધરી હતી. એરફોર્સ કેન્ટીનમાંથી દારૂની ચોરીની કબૂલાત કરવા માટે બળજબરીથી રાવતને અધિકારીઓ પોતાની સાથે લઈ ગયા હતા. સાંજે રાવતની પત્નીએ ગાર્ડ રૂમની મુલાકાત લીધી અને અધિકારીઓને તેના પતિને મુક્ત કરવા વિનંતી કરી હતી.. અધિકારીઓએ પતિને ટૂંક સમયમાં મુક્ત કરવાની વાત કરી હતી. રાવત પર આરોપી અધિકારીઓએ ગુનાની કબૂલાત કરાવવા ત્રાસ ગુજાર્યો જેના કારણે તેઓનું મોત થયું હતું. રાવતને ઉપાડી ગયાના બીજા દિવસે ગત તા.14-11-1995 ના રોજ પત્નીને પતિના મૃત્યુની જાણ કરી ડેડબોડી સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.
ગિરજા રાવતની હત્યા મામલે એરફોર્સ સ્ટેશન જામનગર શહેર, બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો જેમાં ઉપરોક્ત આક્ષેપ થયા હતા.રાવતની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ એપ્લિકેશન કરી પતિની હત્યા થયાનું જણાવી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જાન્યુઆરી,2012ના રોજ રાવતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ સીબીઆઇએ ગત તા.22-2-2012ના રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સીબીઆઇએ તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓને ઝડપી 2013માં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતા સીબીઆઈ સ્પેશયલ કોર્ટના જજે ત્રણ આરોપીને નિર્દોષ, ચારને સજાનો હુકમ કર્યો હતો. જેમાં ત્રણ આરોપીને આજીવન કેદ તેમજ એક આરોપીને મુદ્દત પુરી થઈ ગઈ હતી.
MUST READ:
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?
- એકનાથ વિરુદ્ધ ઉદ્ધવ! રાજકીય લડાઈ હવે કાયદાકીય તરફ, અઘાડી સરકાર બચાવવાનો પ્રયાસ તો બીજી તરફ નવા સમીકરણ ગોઠવવાની તૈયારી