GSTV

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

અફઘાનિસ્તાનની રહેવાસી તાજ બીબી 33 વર્ષની છે પરંતુ વેદના ઘણા વર્ષોથી છે. આતંકવાદીઓ સામે લડવામાં તેમના ત્રણ પતિનાં મોત નીપજ્યાં હતા. અત્યારે તે પ્રાર્થના કરી રહી છે કે તેના ચોથા પતિની હત્યા આતંકીઓ ન કરી નાંખે. ગયા અઠવાડિયે, આખા દેશમાં અફઘાન સુરક્ષા દળોના 60 લોકો માર્યા ગયા છે. તાલિબાન અને અફઘાન સરકાર સુરક્ષા દળો વચ્ચે યુદ્ધ ચાલુ છે. અફઘાન પખ્તુન સમાજમાં વિધવાઓ ઘરની બહારની મહિલાઓ સાથે લગ્ન કરતી નથી. તાજ બીબીના તમામ પતિ ભાઈઓ હતા.

તાજ બીબી કનાર નજીક આવેલા સાદેકાબાદની છે. તાજ બીબીના પહેલા લગ્ન 18 વર્ષની ઉંમરે તેના લગ્ન અમીનુલ્લાહના મોટા ભાઈ સાથે થયા હતા. તે સૈનિક હતો. જીંદગી બરાબર ચાલી રહી હતી, પરંતુ તાલિબાન સાથેના યુદ્ધ દરમિયાન અમીનુલ્લાહનું મોત નીપજ્યું હતું. પછી એમણે અમીનુલ્લાહના નાના ભાઈ સાથે લગ્ન કરી લીધાં. તે સૈનિક હતો. તાજ બીબીના બીજા પતિની પણ હત્યા કરાઈ હતી. તાલિબાનના હુમલાથી તે માર્યો ગયો.

ત્રીજી વાર તેના લગ્ન થયાં, તે પોલીસ અધિકારી હતો. 2017માં તાલિબાની સાથેની અથડામણમાં ત્રીજા પતિનું મોત નીપજ્યું હતું. ચોથા લગ્ન અમીનુલ્લાહ સાથે થયા હતા. આ માટે તે તાલિબાનીઓ, અફઘાન સરકાર અને વિદેશી સરકારોને જવાબદાર ઠેરવે છે. તે પાંચેય વખત નમાઝ પાઠ કરે છે. હાલમાં તેનો પતિ પણ સેનામાં છે. અમીનુલ્લાહને સૈન્ય છોડવાની વિનંતી કરતી રહે છે, પરંતુ અમીનુલ્લાહ કહે છે કે તે પોતાની ફરજ પૂરી કર્યા પછી પાછો આવશે. તાજ બીબીની ઇચ્છા છે કે શાંતિ તેના ચોથા પતિને બચાવે.

તાજ બીબી કહે છે, ઇસ્લામ કોઈને મારવાનું ન શીખવે. પરંતુ અમારી આ ભૂમિ પર કેમ કોઈ મારે છે. લોકો એક વાર મરી જાય છે પરંતુ તેના ત્રણ પતિઓને મરીને જોતાં તે ત્રણ વખત મૃત્યુ પામી છે. તેના પરિવારમાં 15 લોકો છે. ઘરનો ખર્ચ ચલાવવા તાજ બીબી પૈસા કમાવામાં મદદ કરે છે.

Related posts

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

Bansari

રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો, વનવે ટિકીટનો દર રખાયો 1500 રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!