GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત : ભાજપનાં 3 કદાવર જૂથો મોદી માટે ટેન્શન બનશે, કોઈ એકની નારાજગી પણ ગુજરાતને પડશે ભારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર રાજ્યમાં જીત બાદ તરત જ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવીને ગયા છે. આ સાથે સ્પષ્ટ મેસેજ આપ્યો કે હજી પણ બાગડોર તેના હાથમાં જ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આખરે કેમ ચૂંટણીના આઠ માસ અગાઉ પીએમને ચૂંટણીની કમાન સંભાળવી પડી તેને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

પીએમ મોદીએ સ્પષ્ટ રીતે સંકેત આપી દીધો કે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની સીધી દેખરેખ તેઓ કરશે. આમ તો પીએમ મોદીને અંતિમ ઘડીએ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે અને એ પણ એવા વિસ્તારમાં પ્રચાર કે સભાઓ થતી હોય છે કે જ્યાં ભાજપને નુકશાન દેખાઈ રહ્યું હોય. પીએમ મોદીએ ગુજરાતમાં બે દિવસની મુલાકાતમાં ત્રણ રોડ શૉ કર્યા. જે ઘણું બધું કહી જાય છે આમ તો પ્રદેશ ભાજપના નેતાઓ કહી રહ્યાં છે કે કાર્યકર્તાઓને બુસ્ટ કરવા માટે પીએમનો આ પ્રયાસ હતો પણ સ્થિતિ અલગ હોવાનું સામે આવી રહ્યું છે.

ભાજપના સુત્રોની જો વાત માનીએ તો ઘણી બધી સ્થિતિ એવી છે કે જેના કારણે પીએમ મોદીને સીધી જ દરમિયાનગીરી કરવી પડે. પ્રદેશ ભાજપમાં હાલમાં આનંદીબેન અને અમિત શાહ એમ બે જૂથ છે. આમ તો સાથે જ હોય છે. પરંતુ આ સમયે અંદરખાને અમિત શાહ જૂથમાં નારાજગી છે અને સંગઠનમાં આંતરિક રીતે વિરોધનો સુર છે. હવે પાટીલ જૂથ પણ ગુજરાતમાં સક્રિય થયું છે. આમ એ જૂથ પણ આ બંને જૂથને સાઈડલાઈન રાખી નિર્ણયો લઈ રહ્યું છે.

પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ બાદ ક્યાંય પણ અમિત શાહ નજરે દેખાયા ન હતા. તો હમણાં પીએમની ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પણ ગુજરાતમાં જ હતા. પરંતુ કોઈપણ કાર્યક્રમમાં તેમની અમિત શાહની હાજરી ન હતી. જેને લઈને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda
GSTV