GSTV

ગુજરાતમાં ડખા/ 3 કદાવર જૂથો મોદી દરબારમાં પહોંચ્યા : નાણા અને ગૃહ માટે પડાપડી, આ છે સંભવિત મંત્રીઓનું લિસ્ટ

મોદી

Last Updated on September 15, 2021 by Bansari

ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શપથવીધિ યોજાય તેવી પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.

રાજભવનમાં તૈયારીઓ અને તમામ મંત્રીઓ ગાંધીનગરમાં હાજર છતાં આ મામલે અનેક તર્ક વિતર્કો છે. સરકાર નો રીપિટ થીયરી પણ અપનાવી શકે છે. ઘણા કદાવર મંત્રીઓના પદ કપાવવાની સંભાવનાને પગલે 3 અલગ અલગ જૂથો પડી ગયા છે. આ તમામ જૂથ મોદી દરબાર સુધી પહોંચ્યા છે. 2 જૂથને હવે અમિત શાહની દરમિયાનગીરી પસંદ નથી. જેઓ સીધા પીએમને રિપોર્ટ કરી રહ્યાં છે. રૂપાણી સરકારના તમામ જૂના બિન કાર્યક્ષમ મંત્રીઓના નામ કપાવવાની શક્યતાઓ હોવાથી આ મંત્રીઓ ફરી સરકારમાં સમાવેશ માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. જુદા જુદા ત્રણ જુથો વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો
બે જૂથોને અમિત શાહની મધ્યસ્થી મંજુર નથી!

પટેલ

ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની જે શપથવિધિ આવતી કાલે 16 તારીખના રોજ યોજાવાની હતી તે આજે ગાંધીનગરમાં યોજાશે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

નીમાબહેન આચાર્ય- ભૂજ
જગદીશ પટેલ- અમરાઈવાડી
શશીકાંત પંડ્યા- ડીસા
રૂષિકેશ પટેલ- વિસનગર
ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
ગોવિંદ પટેલ- રાજકોટ
આર.સી.મકવાણા- મહુવા
જીતુ વારાણી- ભાવનગર
પંકજ દેસાઇ- નડીયાદ
કુબેર ડિંડોર- સંતરામપુર
કેતન ઇનામદાર- સાવલી
મનીષા વકિલ- વડોદરા
દુષ્યંત પટેલ- ભરૂચ
સંગીતા પાટીલ- સુરત
મોહન ઢોડિયા- મહુવા
નરેશ પટેલ- ગણદેવી
કનુભાઈ દેસાઈ- પારડી


છેલ્લી ઘડીએ શપથવિધિ કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ થવાની પક્ષમાં આશંકા
પાટીદાર – 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે

રૂપાણી સરકારના મંત્રી મંડળનો તો સીધો સાફ સફાયો થાય તેવી પૂરી સંભાવના છે. મોટાભાગના મંત્રીઓ નવી સરકારમાં નહીં હોય. 22 મંત્રીના કદને ઘટાડી 16 મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. આ તમામ માત્ર અટકળો છે. મોદી એ જાદુગર છે. જે કોઈ પણ શક્યતાઓ બદલવા માટે જાણીતા છે.

મંગળવારે રાત્રે 11 વાગ્યા બાદ તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી સૂચના અપાઈ હતી કે તેમને 10 વાગ્યે જ રાજભવન પહોંચી જવાનું છે, પરંતુ કોઈ કારણ અપાયું ન હતું. રાજભવન આવવાનું હોવાથી ત્યાં મંત્રીમંડળના શપથગ્રહણનો સમારોહ છે એ સીધી રીતે ખ્યાલ આવી જાય. જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. જોકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતાં નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.

નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાની શક્યતા

અત્રે નોંધનીય છે કે, નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે જ્યારે કે 12થી 14 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફક્ત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શક્યતા છે.

Read Also

Related posts

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

BIG BREAKING: જો રસી નહીં લીધી હોય તો AMC 20મી સપ્ટેમ્બરથી આ જાહેર ક્ષેત્રોમાં જનતાને નહીં આપે પ્રવેશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!